________________
(૧૯) • તેની પિલીમર કાઠીઆવાડ ઈલાકો છે, અને પશ્ચિમે અરબી સમુદ્ર તથા સિંધના હૈદરાબાદ જીલ્લાનો થો ભાગ છે.
આ રાજ્યનો વિસ્તાર ૬૫૦૦ ચોરસ માઈલ તથા શહેર અને ૮૦૦ ગામતથાતેમાં પ૧ર૦૦૦ માણસની વસ્તી છે તેમાં ૩૨૫૦૦૦ હિંદુ,૧૧૮૦૦૦ મુસલમાન ૬૬૦૦૦ જેનધર્મના લેક અને બીજા પરચુરણ છે વાર્ષિક ઉપજ ૩૬૦૦૦૦૦ (સેળ લાખને) આશરે થાય છે. | મુલકનો દેખાવ–કચ્છનો ઉત્તર તથા પૂર્વ ભાગ રેતીના મેદાન વાળો છે જે રણ “કચ્છનું રણ” એ નામથી ઓળખાય છે. ઉતરવાળું મોટું અને પુર્વવાળું નાનું રણ કહેવાય છે. રણની જમીન ઉનાળામાં કોરી, કઠણ અને રેતાળ જણાય છે તથા તેના ઉપર મીઠાના પોપડા બાઝેલા નજરે પડે છે. ચોમાસામાં સમુદ્રનું પાણી પવનના જોરથી આવીને તેમજ વરસાદ કે નદીઓના પાણીથી એ જમીન ઢંકાએલી રહે છે. ઉનાળામાં સુરજના તાપથી આ જમીન તપે છે ત્યારે દુરથી જોનારને એક મોટા સમુદ્ર કે સરોવર જેવું જણાય છે. કચ્છના મુલકમાં મધ્ય ભાગ તથા થોડાક ઉત્તરના ભાગમાં ડુંગરાની નાની નાની ઓળો છે. આ દેશમાં બારે માસ સુધી પાણી ચાલે તેવી નદીઓ નથી તેથી લોકોને પાણીની તંગી ઘણી પડે છે. મોટા રણની દક્ષિણે જે જમીન છે તેમાં ઘાસ ઉગે છે કે જે ધાસમાં માણસ ઉભે ઉભે ચાલે તો પણ કોઈ દેખે નહિં એટલું ઊંચું હોય છે. કચ્છની જમીન સારી રસાળ નથી તેથી તેમાં જુવાર, મઠ, બાજરી વગેરે અનાજ પાકે છે. વેપારની જણશોમાં કપાસ ઘણે થાય છે. દ્રાક્ષ અને ખડબુચ ઘણાં થાય છે. ઝાડ જુજ અને કોઈક ઠેકાણે જોવામાં આવે છે. ઘડાં ઘણી ઊંચી જાતનાં થાય છે. ઢોર પુષ્કળ હેય છે પણ તે ઘણું કીમતી હોતાં નથી, ઊંટ ઘણાં થાય છે; જંગલમાં વાધ, ચીત્રા, શિઆળ, કોલ્હાં અને દીપડા વગેરે નજરે પડે છે. વન ગધેડા એટલે જંગલી ગધેડા પણ જોવામાં આવે છે. રાજ્યધાનીનું મુખ્ય શહેર, ભુજ છે અને તેમાં ૨૫૦૦૦ માણસની વસ્તી તથા શહેર પછાડી કિલ્લો છે. શહેરમાં જગટ અને તેમાં યુરોપના ધાટન રાવસાહેબનો મહેલ જેવા જેવો છે. ભુજમાં અંગ્રેજ સરકાર તરફથી પોલિટિકલ એજંટ રહે છે. તથા અંગ્રેજી ફોજ પણ રહે છે. આ શહેરમાં સુતર અને રેશમ વથવાનાં કારખાનાં છે. કસબી અને ભરતનું કામ ઘણું વખણાય છે. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com