________________
(૧૩) કબૂલ કર્યું હતું કે હું પોતે ઈગ્રેજો સાથે હળી મળીને ચાલીશ. પણ મા ભાઈ સીમા સાહેબ બળવાખોને મળી જાય તો તે બાબતનું જોખમ મારે માથે નથી માટે તેના વિશે બંદોસ્ત કરવો જોઈએ. શિવાજીરાવ મહારાજા વદરાના ગાયકવાડ શ્રીમંત ગણપતરાવ મહારાજની પુત્રી ખાસીબાઈ સાથે પરણ્યા હતા.
મહારાજા શિવાજીરાવ તા. ૪ માહે ઓગસ્ટ સને ૧૮૬૬ ના રોજ મરણ પામ્યા. તેમને પુત્ર નહોતે પણ પોતાના મરણ પેહેલા નાગજીરાવ પાટકરને દત્ત લીધા હતા. તે રાજારામ એવું નામ ધારણ કરી ગાદીએ બેઠા. આ વખતે તેમની વય ૧૬ વરસની હતી. આ રાજા હિંમતવાન અને બુદ્ધિશાળી હતા. પોતાની હિંમતને લીધે ઈ. સ. ૧૮૬૦ માં યુરોપની મુસાફરીએ ગયા. પરંતુ ઈ. સ. ૧૮૭૦ ની સાલમાં ઈટાલી દેશના ફલોરેન્સ નગરમાં તેમનો કાળ થયો.
રાજારામના મરણ સંબંધીને તાર કોલ્હાપુર આવ્યો તે વખત રાજકુટુંબ અને પ્રજામાં ઘણી દિલગીરી પ્રસરી હતી. તેમના પછી શિવાજી (ત્રીજાને) દત્તક લઈ ગાદીએ બેસાડ્યા. તેમની છોટી ઉમર હોવાથી રાજકારખાર પોલીટીકલ એજંટની દેખરેખ નીચે રિજન્સી કાઉન્સીલથીચલાવ વા માંડ્યો અને એ રીજન્સીની દેખરેખ નીચે રાજાને કેળવણી આપવા માંડી. સને ૧૮૮૧ ની સાલમાં રાજા રાજ્ય ચલાવવા ગ્ય ઉમરના થવાથી તેમના રાજ્યના ખટપટીઆ કામદારોએ અંગ્રેજે આગળ એવી ફરીયાદ ઉઠાવી . કે રાજા મગજના ખસેલા છે. આ કરવાનું કારણ એમ હતું કે તે લોકોને ના હાથમાં રાજ્યની લગામ વધારે દિવસ રહે. એ લોકોએ એટલા સુધી યુક્તિઓ કીધી હતી કે તેમની મા રાધાબાઈને પણ મળવા દેતા નહોતા. મહારાજાને દિવાનામાં ખપાવી હવા ફેરનું બહાનું કાઢી મહાબળેશ્વર - કલી દીધા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી પુને હવા માટે મોકલવા કરાવ્યું. પરંતુ વર્તમાનપત્રોએ રાજા દિવાનો છે કે કેમ તે વિશે દાકટ
મફલોરેન્સ એ ઈ. સ. ૨૫-૩૦ સુધી ઈટાલીની રાજધાની હતી. “અમેરીગોવેસપુરી” જેના નામના પહેલા અરધા ભાગ ઉપરથી અમેરિકા ખંડનું નામ પડયું હતું. એ પુરૂષ જન્મ ફલોરેન્સ નગરમાં થયો હતો. આ નદીના કાંઠા પર એ નગર ઘણું દેખાવડું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com