________________
(૧૨) આવી હતી. એ ચારમાં શિવાજીની માતથા કાકી અને બીજા બે સરદારો હતા. રાજકારભારમાં આ ચારના મત મળતા આવ્યા નહિ. શિવાજીની કાકી કે જેનું નામ તારાબાઈ હતું તેના મનમાં રાજ્યનો બધે અધિકાર પોતે લેવો એમ થયું અને તેથી તેણીએ પોતે દિવાન તરીકે રાજ્ય કરવા માંડવું. ઈગ્રેજોએ પણ તેને પસંદ કરી. આ બાઈ કોલહાપુરના ઈતિહાસમાં ‘દિવાન સાહેબ'ના ઉપનામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેણીએ ૩ વરસ સુધી જુલમી રીતે દિવાનગીરી કરી. જે વધારે વખત તેના કબજામાં રાજ્ય રહ્યું હોત તો કંઈપણ તોફાન થવાને વખત નજીકમાં હતો. ઈગ્રેજોએ એ બાઈ સાથે પ્રથમ સલુકાઈથી વેહેવાર ચલાવ્યો પરંતુ તેને કંઈ પણ સારી અસર થઈ નહિ. તેને રીજન્સિમાંથી દુર કરી તથા તેની જગાએ દાજી કૃષ્ણ પંડીતને દિવાન નીમી રાજ્યનો બ વહિવટ તેના કબજામાં સાપો. તારાબાઈના વખતમાં જે જે જુલમ ચાલ્યો હતો તે બંધ કરી નવા સુધારા કરવાના કામમાં આ દિવાન તારાબાઈ અને તેના પક્ષના માણસનો દુશ્મન થઈ પડ્યો. આ કારણથી સને ૧૮૪૪ની સાલમાં એક મોટું બંડ ઉઠવું. આ બંડની અસર કોલ્હાપુરના આસપાસના દેશમાં પણ થઈ પડી હતી. આ વખત કોલ્હાપુર રાજકાભાર અંગ્રેજોના હાથમાં હતો તેથી અંગ્રેજી સિને તે બંને એકદમ સમાવી દીધું. આ વખત કોલ્હાપુરના રાજ્યના કિલ્લા તેડી પાડ્યા તથા કિલ્લેદારોને કહાડી મુક્યા, અને કેટલુંક લશ્કર કમી કર્યું. પણ તેના બદલામાં બીજી ફોજ વધારી હતી. આ બંડ તેડી પાડવા બદલ જે ખર્ચ થયો તે કોલ્હાપુરને માથે નાંખવામાં આવ્યો. કોલ્હાપુરમાં ગ્રેજી વહિવટ ચાલતો હતો તે વખત એટલે ઈ. સ. ૧૮૪૮માં સતારાના રાજ આપા સાહેબ અપુત્ર મરણ પામ્યો તેથી તે રાજ્ય ખાલસા કર્યું અને આપા સાહેબના દત્તપુત્ર રાજારામને દર વરસે રૂ૫૦૦૦૦ હજારનું પેનશન બાધી આપ્યું. આ વખતથી કોલ્હાપુરની વાડી શાખાં જે સતારા તેનો અંત આવ્યો.
રાજા શિવાજીરાવની લાયક ઉમર થવાથી તેમને ઈ. સ. ૧૮ર માં રાજ્યનો કુલ અધિકાર સેંપવામાં આવ્યું. આ વખત એક તહનામુ (કરાર) થયું તેમાં શીવાજીરાવે કબુલ કર્યું હતું કે ગ્રિજ સરકારના મત પ્રમાણે ચાલવું. પ્રથમ ઈ. સ. ૧૮૫૭ માં શીવાજીરાવે છગ્રેજ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com