________________
(૧૯૧) મારે કબુલ રાખવા નથી. સરકારે તેમની અરજ કબુલ નહિ રાખવાથી નિરાશ થઈ પાછા કોલ્હાપૂર આવ્યા. પાછા આવતાં રસ્તામાં ગામડાં લુટયાં અને ઈંગ્રેજ અમલદારોને એમ બતાવ્યું કે એ વખત પોતે પુના માં હતા. અંગ્રેજ સરકાર તેમને માટે દિલગીર થઈ અને રાજાનું મન સ્થીર નથી પણ તે ગાંડા જેવા છે એમ જણાયું. - શાહજીએ કોલ્હાપુર આવ્યા પછી ઠરાવ પ્રમાણે પોતાની ફોજ ઘટાડવાને બદલે વધારી. વળી ઈગ્રેજી હદની જાગીરદારોના ઉપર ભારે જુલમ કીધા એટલું જ નહિ પણ આજુબાજુના બીજા જે રાજકર્તાઓ હતા તેમની ઉપર પણ જુલમ કરવા માંડ્યો. આથી ઈગ્રેજી ફોજ ફેરકોલ્હાપુર ઉપર ચઢી આવી. આ વખતે પણ રાજા શરણુ થયો અને નીચે મુજબ શરતો કરી. ૮૦૦ દિલ તથા ૪૦૦ સ્વાર કરતાં વધારે માણસની ફોજ નહિ રાખવા બંધાયા. પરંતુ બીજા કિલ્લાઓ ઉપર રીત સર કિલ્લેદારી રાખવાને છુટ મળી હતી. ઈ. સ. ૧૮૧૭ની સાલમાં રાજા શાહજીના ભાઈને તેની સારી વર્તણુકને લીધે ગામો આપવામાં આવ્યાં હતાં તે પાછાં લઈ લીધાં હતાં તે તથા આજુ બાજુના જાગીરદારોનાં જે ગામ લઈ લેવામાં આવ્યા હતાં તે જેમાં તેને પાછાં સોંપવાં તથા અંગ્રેજોને પુછયા સિવાય તે લોક ઉપર કંઈ પણ દાબ બતાવવો નહિ. આસપાસનાં રજવાડાં ને રાજાના આ ખરાબ કૃત્યથી જે નુકશાન થયું હતું તે બદલ રૂ૧૪૭૯૪૮ આપવા, કોલ્હાપુરમાં અંગ્રેજોની મરછમાં આવે તે દિવાન નીમે જેને અંગ્રેજની મંજુરી વગર રાજાથી કહાડી શકાય નહિ. પનાળગઢમાં ઈગ્રેજી ફોજ રેહે તેનું ખરચ રાજાએ આપવું.
ઉપર પ્રમાણે કરાર થયા. પનાલગઢ ઉપર રાજા તરફના જે કિલ્લેદારો હતા તેમને તાબે કર્યો અને તે ઉપર જે કોલ્હાપુરને હક હતો તે રાજાએ છોડી દી. આ રાજાના વખતમાં ઈ. સ. ૧૮૩૭માં સતારાના રાજા પ્રતાપસિંહ (બાળા સાહેબ)ના ઉપર ફીતુરને વહેમ આવ્યાથી તેને પદભ્રષ્ટ કરી તેના ભાઈ (શાહજી) આપ સાહેબને ગાદીએ બેસાડ્યો હતો.
તા. ર૮મી નવેમ્બર સને ૧૮૩૮ના રોજ રાજા શાહજી મરણ પામ્યા. એ વખતે તેમને શિવાજી (બીજા) નામના બાળ પુત્ર હતા તે ગાદીએ બેઠા. શિવાજીની છેટી ઉમર હોવાથી રાજકારભાર ચલાવવાને માટે રીજન્સી કાઉન્સીલ નીમવામાં આવી જેમાં ચારની નીમનોક કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com