________________
(૧૯૦) જુલમી તથા ૫સાને લોભી તેમજ ઉડાઉ હતો. એ રાજાના સલાહકારો પણ ખરાબ હતા. ઈ. સ. ૧૮૨૪માં કીતુર જે બેલગામ જીલ્લાનું એક ગામ હતું ત્યાં એક મોટું બંડ ઉઠવું. એ બંડ એટલા સુધી વધી પડ્યું કે જે બંડખોરોને તાબે કરવામાં તુરતાતુરત ઈલાજ લેવામાં ન આવ્યા હોત તે બેલગામને પણ જીતી લીધું હતું. એ વખત દક્ષિણ હિંદુસ્થાનમાં એવી બુમ ઉઠી હતી કે અંગ્રેજો અને બ્રહ્માના રાજા વચ્ચે લડાઈ ચાલે છે. બ્રહ્માની લડાઈ અને કીતુરનું બંડ એ બંનેની શાહજીને ખબર પડી એટલે તેમનું મન ઈગ્રેજો સામે લડાઈ કરવાને તેમના સલાહકારોની શીખવણીથી ઉશ્કેરાયું. રાજા શાહજીએ ૫૦૦૦ પેદલ, ૧૦૦૦ સ્વાર
અને ૭ તેપ સાથે પોતાની રાજધાની છોડી. આ વખતે તેમણે એવી વાત બહાર પાડી હતી કે અમે સાવંતવાડી સાથે દુશ્મનાવટ હોવાથી તેને જીતવા જઈએ છીએ. અંગ્રેજોએ કહ્યું કે અમે વચ્ચે પડી સમાધાન કરી આપીએ પણ રાજાએ તે ઉપર કંઈ લક્ષ આપ્યું નહિ.
રાજાએ કાગળની જાગીર અને તેને કિલ્લો જીતવા માટે ત્યાં જઈ કિલ્લા પછાડી વેરો ઘાલ્યો. અહીનો માલીક હિંદુરાવ નામનો એક જાગીરદાર હતો અને તે સિંધિયાનો સગો હતો. એ જાગીર અને કિલ્લો હિંદુ રાવના બાપને સિંધિયાએ બક્ષિસ આપ્યો હતો. તે ઉપર કંઈ પણ લક્ષ નહિ આપતાં રાજાએ કિલ્લો જીતી લીધું અને ત્યાંથી પરભાર્યા - તારાની સરહદ તરફ ચડાઈ કરી. આ ચઢાઈને હેતુ એવો હતો કે સતારા કે જ્યાં પોતાની વાડી શાખા હતી ત્યાંના પ્રતાપસિંહ (બાવા સાહેબ) ને કબજે કરવો. આ કારણથી અંગ્રેજોને વચ્ચે પડવાની જરૂર પડી. આ સમય એવો બારીક થઈ પડ્યો હતો કે અંગ્રેજો એક મિનીટ પણ વધારે વાર લગાડે છે તેથી અંગ્રેજી રાજ્યને ઘણું નુકશાન હતું તેથી ત:તકાલીક ઉપાય કીધા. ઈ. સ. ૧૮૨૫ માં ઈગ્રેજી ફોજ કોલ્હાપૂર ઉપર ચઢી. આ વખત રાજા શાહજીએ અંગ્રેજો સાથે સલાહ કરવા મરજી બતાવી શરણ થયા. અંગ્રેજ સરકારની મંજુરી વગર કોઈ પણ રાજકીય કામ કરવું નહિ. તથાવિંદરાવની જાગીર તેના કબજામાં પાછી સોંપવી. વળી પોતાની ફોજનાં માણસો ઓછાં કરવાં અને બંડખોર વિગેરે લોકોને આશ્રય આપવો નહિ એવી શરતે કબુલ કરી.
થોડા દિવસ પછી શાહજી પુને ગયા તથા નામદાર મુંબાઈ સરકારને અરજ કરી કે મેં ઉપર બતાવેલા કરાશે લખી આપ્યા છે પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com