________________
(૧૦૦) ચડાઈ કરી. પરંતુ એટલામાં રાજા શિવાજીએ એક કબુલાત લખી આપી જેમાં એમ ઠર્યું કે માલવાણ અને કોલ્હાપુરમાં અંગ્રેજોને કોઠીઓ બાંધવા દેવી અને જકાત બીલકુલ લેવી નહિ. કોલ્હાપુરનું રાજ્ય છેક પાયમાલ થવાને વખત નજીક આવ્યો હતો પણ અંગ્રેજોએ કોઠીઓ બાંધવાથી વખતેવખત મદદ મળી અને તેથી રાજ્યનો બચાવ થયો.
ઈ. સ. ૧૮૧રના ઓકટોબર માસમાં કોલ્હાપુર અને નપાણીના રાજ્ય વચ્ચે લડાઈ સળગી તેથી અંગ્રેજોને વચ્ચે પડવાની જરૂર પડી અને તેથી જ બંને રાજ્યની ખરાબી થવાની હતી તેને અટકાવ થયો. પણ આ વખત રાજાએ મલવાણ બંદર ઈગ્રેજોને સ્વાધીન કરવું પડવું એટલું જ નહિ પણ તેમણે ઈગ્રેજોના ઉપરીપણાના રક્ષણ નીચે રહેવા કબુલ કર્યું. એજ સાલમાં શિવાજીરાવ મરણ પામ્યા. તેમના પછી વડા પુત્ર શંભાજી બીજા ગાદીએ બેઠા. - શંભાજીને ઘણા લોકો આબા સાહેબના નામથી ઓળખતા હતા. આ રાજાના વખતમાં એટલે ઈ. સ. ૧૮૧૮માં અંગ્રેજોએ બાજીરાવને પદભ્રષ્ટ કરી પુનાનું રાજ્ય ખાલસા કર્યું. આ વખત અંગ્રેજો અને બાજીરાવ પેશ્વા વચ્ચે જે લડાઈઓ થઈ તેમાં શંભાજીએ અંગ્રેજોનો પક્ષ પકડો હતે. એમ કહેવાય છે કે આ વખત શંભાજી અંગ્રેજોના ખરા ભોંસાદાર દેસ્ત થઈ પડ્યા હતા. આના બદલામાં અંગ્રેજોએ ચીકોલી અને મેનોલીનાં પ્રગણું તેમને બક્ષિસ આપ્યાં હતાં. શંભાજીના વખતમાં કોહા પુરનો રાજકારભાર ઘણા સુધારા પર આવ્યો.
કોલ્હાપુરના રાજ્ય તરફથી જે જાગી આપવામાં આવેલી તે પિકીમાંની એક માહીતી કુટુંબની સ્ત્રી સાજીબાઈને આપેલી જાગીર જપ્ત કરવા શંભાજીએ વિચાર કર્યો. તે ઉપરથી એ માહિતી કુટુંબનો જાગીરદાર રાજાને ધમકાવવા તથા વેર વાળવા કોલ્હાપુર આવ્યો. તે સને ૧૮૨૧ના જુલાઈ માસમાં મિહેલમાં પેઠે અને રાજા શંભાજી સુતા" હતા તેમને બંદુકની ગોળી મારી પ્રાણ લી. સંભાજીએ પછવાડે એક પુત્ર મુક્યો હતો જે બીજે વરસે એટલે સને ૧૮રમાં મરણ પામ્યો. પછી રાજા શીવાજીના બીજા પુત્ર સાહજી ઉરફે બાવા સાહેબ ગાદીએ બેઠા. શાહજીને પોતાના વડા ભાઈ શંભાજીને પેલા સરદારે બંદુકની ગોળી મારીને મારી નાંખ્યો તેથી કંઈ ખોટું લાગ્યું નહિ. શાહજી બુદ્ધિહીણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com