________________
(૧૦૦)
જીની વિધવા રાણીએ રાજકારભાર પોતે ચલાવ્યો. આ બાઈ જેવી બહાદુર તેવી નિર્દય હતી. તેણે પોતાની રિયતને જમીન ઉપર તથા દરિઆઈ લુટ (ચાંચીયાપણ) કરવા ખુલ્લી રીતે પરવાનગી આપી. જમીન ઉપરની લુંટ આસપાસના મુલકમાં અને દરિઆઈ લુટમાં ઘણું કરીને મુંબાઈ તરફની અંગ્રેજી તૈયતનાં વહાણ લૂટતા હતા. આ દરિઆઈ લુંટ અટકાવવાને માટે ઈગ્રેજોએ ઈ. સ. ૧૭૬૫ માં માલવણનો કિલ્લો કે જે કોલહાપુરના તાબામાં હતો તેના ઉપર ચઢાઈ કરી તથા તેને કબજે કર્યો. આથી કોલ્હાપુરની રાણીએ દરિઆઈ લૂટ અટકાવવા તથા અંગ્રેજોની સલાહ પ્રમાણે ચાલવા કબુલ કર્યું અંગ્રેજોને આ ચઢાઈ વેળા જે ખરચ થયું હતું તેના બદલામાં રૂ૭૫૦૦૦૦ (સાડાસાત લાખ) રાણીએ આપવા કબુલ કર્યા તથા ઈગ્રેજ સરકારને કહાપુરની હદમાં દરિઆઈ કિનારે વેપારની કોઠીઓ બાંધવા કબૂલાત આપી. શિવાય અંગ્રેજોને કોલ્હાપુરના મુલકમાં કાપડ લાવવાં તથા વેચવાં અને ત્યાંથી પરદેશ મેકલવાની જરૂર પડે તો તે ઉપર કંઈ પણ જકાત લેવી નહિં. દરિઆઈ લૂટ બંધ કરવી અને દરેક બાબતમાં અંગ્રેજો સાથે સલાહથી ચાલવું વિગેરે સરતે કબૂલ કરી. આ બાબત કબુલાત થયા પછી માલવાણને કિલ્લો પાળે સેપ્યો.
રાણીએ જો કે ઉપર પ્રમાણે કરાર કર્યા પણ તેમને એક પણ પાળ્યો નહિ. દરિઆઈ અને જમીન ઉપરની લુંટ રાણી ઈ. સ. ૧૭૭૨ માં મરણ પામી ત્યાંસુધી ચાલુ રહી. શિવાજીએ રાજ્યનો અધિકાર પોતાના હાથમાં લીધો પરંતુ રિયત કાબુમાં રહી નહિ અને તેથી તે મરજી પ્રમાણે લૂટફાટ કરવા માંડી. રાજાને ચારે બાજુના દુશ્મનોએ ઘેરી લીધા હતા. પેશ્વાએ કોલ્હાપૂર ઉપર ચડાઈ કરી અને કેટલાએક દેશ જીતી લીધો જે હાલ પટવરધનને કુટુંબના કબજામાં છે. કોહહાપુરનું રાજ્ય દુશ્મનોથી ઘેરાયાને લીધે ઘણી ખરાબ સ્થીતિમાં આવી ગયું હતું. પરંતુ પછવાડેથી પેશ્વાએ વચ્ચે પડી ઘણી જાતની મદદ કરી તેનો બચાવ કર્યો.
શિવાજીએ પોતાના પડોશી રાજ્ય સાવંતવાડી સાથે લડાઈનું કામ આવ્યું. આ લડાઈ ૨૩ વરસ સુધી ચાલી. અને તેથી કોલ્હાપુર તથા સાતવાડીનાં રાજ્ય ઉજડ જેવાં થઈ ગયાં અને લુંટફાટનું જોર અતિશય વધી પડ્યું. આ કારણથી ઇ. સ. ૧૭૯૨માં અંગ્રેજોએ ફેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com