________________
(૧૫૭)
ભાજીના દુખામાં કાયમ રાખ્યાં હતાં. આ વખત રાયગઢની ગાદીએ શાહુ અને કોલ્હાપુરની ગાદીએ શભાજી બેઠા તે વખતથી એ બે રાજ્ય જુદાં પડ્યાં. શાહુએ રાયગઢને બદલે સતારાને પોતાની સજધાનીનું નગર ઠરાવ્યું, શાહુ અને શંભાજી વચ્ચે લડાઇામાં બાલાજીવિશ્વનાથ નામના બ્રાહ્મણે શાહને સારી મદદ માપેલી તેના બદલામાં તેને પેશ્વાના પદવી મળી, કોલ્હાપુરના મુળ પુરૂષ શંભાજી છે. . ૧૭૬૦ માં પુત્ર વગર મરણ પામ્યા તેથી તેમની વિધવાએ જે ભાંસાજી નામ ઉપરથી એ કુટુંબના જાતી ભોંસલા પ્રખ્યાત થઈ હતી તેની દશમી શાખા ખાનવાટાને નામે ઓળખાતી હતી. તે કુટુંબમાંના શિવાજીને દત્ત લેઈ કોલ્હાપુરની ગાદીએ બેસાડ્યા. શિવાજીની છોટી ઉમર હતી તેથી સંભા
*શાહુરાજાના વખતથી તેના રાજ્યમાં પેશ્વા પ્રધાનનો કાબુ વધી. પડ્યો હતો. ઈ. સ. ૧૯૪૮ માં શાહુ સજાના મચ્છુ પછી સતારાની ગાદીએ પેશ્વા બાલાજી (બીજા) એ તે કુટુંબમાંના ( શિવાજીરાય બીજાના પુત્ર) રામરાજાને ખેસાડ્યો, પેશ્વાએ સતારાની અાસપાસનો કેટલોક મુલક તેની પાસે રહેવા દો, અને બાકીનો મુલક પોતે કબજામાં લઈ પુનામાં જુદી રાજ્યગાદી સ્થાપી, નવો પેશ્વા ગાદીએ બેસે તેને પેશ્વાની પાઘડી ખંધાવવાનું કામ માત્ર રાજાના હાથમાં રહેવા દીધું. સતારાની ગાદીએ રામરાજા પછી શાહુ (બીજો)બેઠો. પણ ખાજીરાવ પેશ્વાએ ઇ. સ. ૧૮૦૧ માં શાહુ પાસેથી સતારા છીનવી લીધું, અને તેને મને તેના બે પુત્ર બાળા સાહેબ (પ્રતાપસિંગ) અને આપાસાહેબને કેદ કર્યું. શાહુ કદમાં ભરણુ પામ્યો. ઈંગ્રેજ સરકારે પેશ્વાનું પુનાનું રાજ્ય ઈ. સ. ૧૮૧૮ માં છેલા બાજીરાવ પેશ્વા પાસેથી જીતી લીધું. તે વખત બાળાસાહેબને તેના બાપની સતારાની ગાદીએ ખેસાડી તેને કેટલોક મુલક સાંપ્યો. સને ૧૮૩૭ માં માં ઈંગ્રેજ સરકારને તેના ઉપર ક્રિતુરનો વહેમ આવવાથી તેને ઉઠાડી તેના ભાઈ ઞાપા સાહેબને ગાદી આાપ્ત. સને ૧૮૪૮ માં આષાસાહેબ અપુત્ર મરણ પામ્યા એટલે ઈંગ્રેજ સરકારે સતારાનું રાજ્ય ખાલસા કર્યું, અને માપાસાહેબના દતપુત્ર રાજારામને રૂ૫૦૦૦૦ ( પચાસહજાર ) નું પેનસન બાંધી આપ્યું. ઉપર પ્રમાણે મેવાડના રાણાજીના વંશજ શિવાજીએ મરેઠી રાજ્ય સ્થાપ્યું તે તેના વંશજો પછવાડેથી ખોઈ ખેઠા, હાલ જે કોલ્હાપુરના મહારાજા છે તે શિવાજીના વંશની નાની
શાખા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com