________________
(૧૫૬)
લડવામાં તેમણે દિલ્હીના પાદશાહ માર્ગજેમના સૈન્યને મદદ ઞાપી. ઈ. સ. ૧૬૬૬માં પાદશાહે તેને દિલ્હી બોલાવી નજર કુદ કર્યા. શિવાજી યુક્તિથી નાઠા. તે દક્ષિણમાં ગયા અને પાદશાહના મુલકમાં ખંડ ઉઠાવ્યું. પોતે મોગલાઈ રાજ્યના પગ ભાગ્યા અને ઈ. સ. ૧૬૭૪માં રાયગઢમાં મોટા ઠાડમાઠથી ગાદીએ બેઠા.
તા. ૫ મી એપ્રિલ સને ૧૬૮૦ ના રોજ ૫૩ વરસની ઉમરે મહારાજા શિવાજી રાયગઢમાં મરણ પામ્યા. તેમના પછી તેમના પુત્ર શંભાજી ગાદીએ ખેડા. ઈ. સ. ૧૯૯૪ માં ઔર ગજેખ પાદશાહે તેમને તથા તેમના વડા પુત્ર શાહુને પકડ્યા. પાદશાહે શંભાજીને બહુ નિર્દયતાથી માયા અને શાહુને પોતાની શાહજાદીના કબજા નીચે કેદમાં રાખ્યો. શાહજાદીએ આ પુત્રનું મુળ નામ શીવાજી હતું તે બદલી શાહુ” એવું પાડયું. હવે શાહુ કેદમાં હોવાથી મરૅઠા મહારાજા શ’ભાજીની ગાદીએ ઈ. સ. ૧૬૯૫ માં તેમના બીજા પુત્ર રાજારામ ખેઠા. રાજારામ ઈ, સ. ૧૬૯૮ ના જુન માસમાં મરણ પામ્યા. તેમને શીવાજી અને શભાજી એ નામના બે પુત્ર હતા. પેહેલાની માનુ નામ તારાબાઈ અને બીજાની માનું નામ રાજેસબાઈ હતું. રાજારામ પછી શીવાજી ગાદીએ બેઠા પણ તે ઈ. સ. ૧૭૦૩ માં ગાંડા થવાથી તેમની મા તારાખાઇએ તેજ સાલલાં તેમને પદભ્રષ્ટ કરી પોતે ઈ. સ. ૧૭૦૭ સુધી રાજ્ય કર્યું. એસાલ માં સ્માર ગજેબ મરણ પામ્યો અને શાહુ કેદમાંથી છૂટયો તથા તે પોતાના પીતા શભાજીની ગાદીએ બેસવા રાયગઢ ભાવ્યા. તારાબાઈ તેમના સામે થઈ અને ગાદીપર બેસતા અટકાવ્યા એટલે શાહુમ્મે ઈ. સ. ૧૭૦૮ માં પોતાનું રહેઠાણ સતારામાં કર્યું. ઈ. સ. ૧૭૧૨ માં ગાંડો રાજા શિવાજી મરણ પામ્યો તેથી તારાબાઇના હારમાઈ પુત્ર શબાજીએ તેણીની સત્તા લઈ લીધી. શાહુ મને શભાજી કાકો ભત્રીજો થતા હતા. એ મને જણ પોતાના વડીલોના રાજ્યને માટે દાવેદાર હતા તેમના વચ્ચે ગાદી માટે તકરારો ચાલી પણ ઈ. સ. ૧૭૩૦ સુધી કંઈ પણ ફેરફાર થયો નહિ. એજ સાલમાં તેમના કુટુંબીઓની મદદથી શાહુએ સંભાજી ઉપર હુમલા કર્યા તથા તેમને હરાવ્યા. આા હારથી સંભાજીએ ઇ. સ. ૧૭૩૧ માં માખા મરેઠા દેશ, કોલ્હાપુર અને તેના તાબાનાં ઉપરનાં પ્રગણાં ઉપરનો શાહુનો હક કબુલ કર્યો પરંતુ કોલ્હાપુર તથા તેના તાબાનાં પ્રગણાં સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com