________________
(૧૮૫) રાણાએ પોતાના બન્ને કુંવરોને કહ્યું કે તમે મુજની પછાડી જઈ માથ કાપી લાવો તો મારા કુંવર ખરા. મુજ પછાડી જવા બન્નેની હિંમત ચાલી નહિ પણ રાણાનો ભત્રીજો હમીર ગયો તથા તે માથુ કાપી લાવ્યો. આ વખત રાણાએ પોતાના બંને કુંવરોને હલકાં વચન કહ્યાં તેથી તેને માંનો એક આપઘાત કરીને મુઓ અને બીજે ડુંગરપુર જતો રહ્યો. આ બીજાના વંશમાં તેરમા પુરૂષ સુજનસિંહે ડુંગરપુર છે અને તે દક્ષિણમાં બિજાપૂર ગયો ને ત્યાંના રાજાની નોકરીમાં રહ્યો અને સારી નોકરી કીધી તેના બદલામાં તેને ૮૪ ગામનું માધલ પ્રગણું અને રાજાનો ખિતાબ મળ્યો. સુજનસિંહના ૪ પુત્ર હતા જેમાંના સઉથી નાના સગાજી થયા. સગાજીનો એક ભેસાજી નામનો પુત્ર હતો. એ ભેસાજીના વશ ભાંશલા કુળથી ઓળખાય છે. ભોંસાને ૧૦ પુત્ર હતા તેમાંના વડાને શાહજી નામના પુત્ર હતા. શાહજી ઈ. સ. ૧૬૩૪ને સુમારે અહમદ નગર અને બિજાપુરના મુસલમાન રાજાઓના પક્ષ પકડી મોગલ પાદશાહ સાથે લડાઇઓ લડ્યા. શાહજીને શિવાજી નામનો પ્રખ્યાત પુત્ર ઈ. સ. ૧૯૨૭માં જનમ્યો હતો. જ્યારે શાહજી મરણ પામ્યો ત્યારે શિવાજી પોતાના પિતાની જાગીરનો માલીક થયો તથા તે બિજાપુરના મુસલમાન રાજાના લશ્કરની એક ટોળીના નાયક થયા. છળભેદ, ધર્મધપણું, બહાદુરી અને તેવા બીજા અસંખ્ય ગુણોને લીધે શિવાજીએ મરેઠાને દક્ષિણ હિંદમાં આગળ પાડ્યા. શિવાજી પોતે ડુંગરી કિલ્લાઓમાં રહી વખતેવખત ત્યાંથી ઉતરી આસપાસના દેશોમાં લુટ તથા હુમલા કરતો. તેના લશ્કરમાં હિંદુ સ્વારો હતા જેઓ ખેતીના ધંધાથી ૫રવારતા તે વખત શિવાજીને આવી મળતા હતા. સિવાજીના લશ્કરમાં હજારો લોક ભેગા થયા હતા. ઓચિંતા હુમલા કરી પોતાના દુશ્મનો પાસેથી લુંટ તથા ખંડણી લેતા હતા. પોતાના લશ્કરના પગારને પેટે લેટમાંથી ભાગ આપતા હતા તથા પોતે લડાઈના વખતની બહાર પિતાના ડુંગરી કિલ્લાઓમાં જઈને આરામ લેતા હતા. બિજાપુરના રાજાને ઈ. સ. ૧૯૫૯માં એકાંત જગામાં બોલાવી દગાથી તેનો ઘાત કર્યો અને તેના લશ્કર ઉપર ઓચીંતો હુમલો કરી તેનો ઘાણ કહાડી નાંખ્યો. ઈ. સ. ૧૯૬૪માં મહારાજ એવી પદવી ધારણ કરી પોતાના નામના સિક્કા પાડવા માંડ્યા ઇ. સ. ૧૯૬૫માં બિજાપુરના મુસલમાન રાજા સામ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com