________________
(૧૭૧). મરણ પામ્યો. તેની પછી અનુક્રમે માધવસિંગ, મહીપતસિંગ અને વિજયસિંગ ગાદીએ બેઠા. છેલ્લો વિજયસિંગ ઈ. સ. ૧૮૫૫માં મરણ પા
મ્યો. તેની પછી તેને ભાઈ રનરસિંગ. ગાદીએ બેઠો. તે હાલના મહારાજા છે. તેણે રાજ્યની કુલ સત્તા ઈ. સ. ૧૮૬૮માં પોતાને હાથ લીધી. મહારાજા તા. ૧ જાનેવારી સન. ૧૮૩૭ના રોજ દિલ્હીના બાદશાહી દરબારમાં ગયા હતા. ત્યાં તેને સવાઈનો કિતાબ મળ્યો અને સેનશાહી વાવટો મળ્યો.તા.૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કરતાં પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહત્ત્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજાએ રાણી તરફનો પોતાનો ઉતસાહ સારી રીતે બતાવ્યો હતો અને તેની યાદગીસમાં તેમણે કેળવણી ખાતામાં રૂ૪૦૦૦) આપવા ઠરાવ કર્યો. હીઝહાયનેસ મહારાજા સવાઈ રનરસિંગ બહાદુર હાલ ૪૦ વરસના છે તેમને હલકા દરજાની સતા છે અને તે અંગ્રેજી છાવણીમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૧૫૦ ધોડેસ્વાર ર૧૦૦, ખાદલ ૧૬ તપ અને ૫૦ ગેલ દાજ છે.
બિજાવર. આ રાજ્ય સૂર્યવંશી બુંદેલા રજપૂત રાજાના તાબામાં છે અને રાજ્ય-- કર્તા મહારાજા સવાઈ એવા ખિતાબથી ઓળખાય છે, મુલક ઘણું કરીને બુદેલખંડના મધ્ય ભાગમાં છે. સીમા–ઉત્તરે છતરપુર ઈશાન કોણમાં પન્ના તથા અન્યગઢ સંસ્થાના તાબાનો મુલક દક્ષિણે નાગરના રાજ્યનો મુલક અને પશ્ચિમે ઘાસન નદી આવેલી છે આ રાજ્યના તાબામાં ૯૭૩ ચોરસ મિલ જમીન તથા તેમાં રજા ગામ છે. વસ્તી આશરે ૧૧૩૦૦૦ માણસની છે. વાસક ઉપજ આશરે ૨૨૫૦૦૦ થાય છે. - દેશનું સ્વરૂપ–મુલક ઘણું કરીને ટેકરા ટેકરી વાળો છે. પાણીની આમદાની સારી છે. હવા સારી છે. વાદ ઈશાન કોણ તરફથી આવે છે. જમીન રસાળ નથી અને એમાં હલકી જાતનાં ધાન્ય થાય છે. આ રાજ્યમાં જંગલો પુષ્કળ છે. જનાવરઘણું ખરું ઉત્તર તરફના પહાડી ભાગમાં વાઘ, ચિત્રા, વરૂ, હરણ વગેરે ઘણી જાતનાં જંગલી જાનવરો હોય છે. ગામ પશુમાં ગાય, બળદ, ભેંશો વીગરે છે. આ રાજ્યના મુલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com