________________
( ૧૯૨ )
માંથી હીરા અને લોઢાના ગુચ્છા પથ્થરા સાથે મળેલા માલુમ પડેછે. લોક—બુંદેલા રજપુત, દેલી, માહીર, ધંધેલી, મરેડા અને ગુર્જર વિગરે છે. ભાષા બુદેલખડી છે. નદી- ધામન નામની છે તે ઉત્તર તર± કેટલાક મેલ ગયા પછી ખેતવા નદીને મળેછે. મુખ્ય શહેર—બીજાવર એ રાજધાનીનું શહેર છે તેમાં રાજ્યકતા મહારાજા રહેછે. દત્તકની સનંદ—આ રાજ્યને માટે જો પછાડી વારસ પુત્ર ન હોયતો વગર નજરાણાં માપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી પાદશાહી વાવટો સને ૧૮૭૭માં નામદાર મહારાણી વિકટોરીખાએ ચ્યાપેલો છે.
ઈતિહાસ—બિજાવરના રાજકતા સૂર્યવંશી બુદેલા રજપૂત છે અને તે ઉચાના મહારાજાના કુટુંબી છે અને તે છત્રસાલના વંશજ છે. ખરસીંગદેવ જે જગતરાજ્યનો છોકરો અને છત્ર સાલનો પત્ર હતો તે મા રાજ્યનો સ્થાપનાર હતો. મા રાજાએ મલીબહાદુરનું ઉપરીપણું કબુલ કર્યું નહિ તેથી ખલીબહાદુર અને તેની વચ્ચે સરકારી આગળ લડાઈ થઈ તેમાં ખરસીંગદેવ મરાયો. તેની પછી તેનો બ્લેકરોકેસરીમીંગ ગાદીએ બેઠો. જ્યારે ઇંગ્રેજોએ બુદેલખંડ કબજે કર્યું। ત્યારે તે ત્યાં રાજ્ય કરતો હતો. કેંસરીસીંગ ઈ. સ. ૧૮૧૦ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો રતનસિંગ ગાદીએ બેઠો. આ રાજાને ઈ. સ. ૧૮૧૧ નાએપ્રીલની તા. ૧૯ મીએ એક સનંદ કરી આપી તેથી ઈંગ્રેજે તેને ત્યાંના રાજા તરીકે કબુલ કર્યા, રતનસિંગ ઈ. સ, ૧૮૩૩ ના ડીસેમ્બરમાં મરણુ પામ્યો. તેના પછી તેનો ભત્રીજો લક્ષમણુસીંગ ગાદીએ બેઠો. તે ૧૪ વરસ રાજ્ય કરી ઈ. સ. ૧૮૪૭ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો ભાઉ પરતાસિંગ ગાદીપતી થયો આ હાલનો રાજા છે. હીજ હાઈનેસ ભાઉ પરતાબસિંગે ઇ. સ. ૧૮૫૭ ના બળવા વખતે ઈંગ્રેજોને સારી મદદ કરી હતી. તેથી ઈંગ્રેજ સરકારે તેને પોશાક અને વંશપુર ૫રાને માટે ૧૧ તોપનું માન આપ્યું.
ઈ. સ. ૧૮૬૨ માં રાજાને દતકની સનદ આપવામાં આાવી. ઈ. સ, ૧૮૬૬ માં તેને મહારાજાનો ખિતાબ અને ફોજદારી કામમાં દેહાંત દંડની શીક્ષા કરવાનો હક મળ્યો. મહારાજા ઇ. સ. ૧૮૭૭ ના જાન્યુમ્મારીની તારીખ ૧ લીએ દિલ્હીમાં બાદશાહી દરબાર ભા હતો ત્યાં હાજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com