________________
(૧૭૦) રાજ્યના તાબામાં ૮૦૨ ગેરસ માઈલ જમીન ૩૨૧ ગામ તથા આશરે ૮૦૦૦૦ (એસી હજાર) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ ૨૫૦૦૦૦ (અઢી લાખ)ને આશરે થાય છે. ખંડણી ૭૦૧૦.
દેશનું સ્વરૂપ–મુલક ઘણું કરીને સપાટ છે. પાણીની આમદાની સારી છે. હવા ઘણી સરસ છે. જમીન રસાળ છે તેમાં ઘઉં, બાજરી જુવાર, કાર, કપાસ, શેરડી, ગળી અને તલ તથા અળશી વગેરે નિપજ થાય છે. જાનવર—ઘણુંખરૂં ઉત્તર ભાગમાં વાઘ, ચીત્રા, હરણ, અને બીજા જંગલી જાનવર છે. ગામ પશુમાં ભેંશ બળદ અને ગાયો છે. લોક–બુંદેલા રજપુત આહીર, ચંદેલી, વંદેલી, મરેઠા, અને ગુર વગેરે છે. નદીઓમાં મોટી નદી કેન નામની છે. તે નિરૂત્યકોણ તરફ થી આવી આ રાજ્યના પશ્ચિમ ભાગમાં થઈને ઈશાન કોણ તરફ જાય છે. તથા તે હમીરપુરની પાસે જુમનને મળે છે. મુખ્ય શહેર અજ્યગઢ એ રાજધાનીનું શહેર છે એમાં રાજકતી રાજા રહે છે. એ શહેર ટેશનથી દક્ષિણમાં ૪૦ મલને છેટે છે. દત્તકની સનદ આ રાજ્યને માટે જે પછવાડે વારસ પુત્ર ન હોય તો વગર નજરાણું આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈગ્રેજ સરકાર તરફથી મળે લી છે. વળી શેનશાહી વાવટો મહારાણી વિકટોરીએ સને ૧૮૭૭ની સાલમાં આપ્યો છે.
ઈતિહાસ અજ્યગઢ અગાઉ છત્રસાલના મુલકનો ભાગ હતો. છત્રસાલના મરણ પછી જ્યારે બુદેલખંડના ભાગ પડ્યા ત્યારે એટલે ઈ. સ. ૧૭૩૪માં અભ્યગઢની આસપાસનો મુલક તેના છોકરા જગતરાયના હાથમાં ગયો હતો. ઈ. સ. ૧૮૦૦માં મરેઠાઓએ તેને ઘેરો ઘાલી લઈ લીધો અને ત્યાંના રાજા વખતસિંગને તાબે થવાની જરૂર પડી. જ્યારે ઈ. સ. ૧૮૦૩માં અંગ્રેજોએ બુદેલખંડને કબજે લીધે ત્યારે અંગ્રેજો એ તેને દર મહીને રૂ૩૦૦૦ ગેહરાહી આપવા કબુલ કર્યું. ઈ. સ. ૧૮૦૭માં તેને એક સનદ કરી આપી. આથી તેને તેના મુલકને થો ભાગ મળે. ઈ. સ. ૧૮૦થી અંગ્રેજોએ તેનું પેન્સન બંધ કર્યું. ઈ. સ. ૧૮૦૯માં અંગ્રેજોએ લખમનરાવે રાજ્યગઢનો કિલ્લો લેઈ લી હતો તેના પર લશ્કર મોકલ્યું. આ વખતે લખમનરાવ નાશી ગયો અને અંગ્રેજોએ તે છતી લેઈ વખતસિંગને આખો. વખતસિંગ ઈ. સ. ૧૮૩૭માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com