________________
(૧૪૭)
માન મળ્યું. વળી એક શેનશાહી વાવટો પણ મળ્યો છે. તા. ૧૬ ફેબ્રુ. આરી સને ૧૯૮૭ ના રોજ મહારાણીવિકટોરીને રાજ કર્યાને પ૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહેશ્ર્વ પાળવામાં આાવ્યો હતો. તેમાં મહારાજાએ સારોભાગ લીનો હતો અનેતેની યાદગીરીમાં પોતે રાજધાનીના શહેર તીખામાં કન્યાશાળા સ્થાપી અને ચડેલા મહેસુલની મોટી રકમ માંડીવાળવા અને પોતાના રાજ્યમાં કુંવા વાવ, તળાવ વિગરે ધમાદા કામ કરવાને ઠરાવ કર્યો. હીઝાઈનેસરાવ મહારાજા ભવાનીસિંગ લોકદર ખાદુરને ફ્રાંસીદેવાનો હક છે. તેમની હાલ ૪૫ વરસની ઉમરછે મહારાજાને ૧૫ તોપનું માન મળેછે તેમને હૃતકનો હક મળ્યોછે આ રાજાના લશ્કરમાં ૯૭ તોપો ૧૬૦ તોપ કોડનારા ૭૦૦ ધાડેસ્વાર અને ૩૦૪૦ પ્યાદલ છે.
હતી—એ રાજધાનીનું શહેર છે અને
ત્યાં મહાસજા રહેછે. તે આગ્રેથી સાગર જવાના રસ્તાપર આગ્રંથી અગ્નિકોણમાં ૧૨૫ મેલ અને સાગરથી વાળ્યકોણમાં ૧૪૮ મલતે છેટે આવેલું છે. તે એક ટેકરીપર છે. અને તેની મ્ભાસપાસ ૩૦ જુટ ઊંચો એક કોટ છે. જોકે રસ્તા સાંકડા અને ગુ ંચવણીમા છે. તોપણ શહેર સારા દેખાવનું છે. અને તેમાં ધણાં સુંદર ધર છે વસ્તી ૨૮૦૦૦ માણસની છે. તેમાં ૨૩૦૦૦ હિંદુ, ૫૦૦૦ મુસલમાન છે. શહેરની અંદર રાજાનો મહેલ છે અને તેની અાસપાસ ખાગછે. ખાગની આસપાસની દીવાલમાં એક સુંદર દરવાજો છે. અને તેને દરેક ખૂણે મોરચાવાળા મીનારા છે. રાજાના મહેલ સિવાય માટે પણાના સ્માકારનું એક હાજથી ધેરાયલું મકાન છે. અને તેની ગ્યાસપાસ ખાગ આવી રહેલો છે . મા ભાગની અંદર ચાર હાથીનો બનાવેલો એક જુવારો છે. આ હાથીની ડુંડોમાંથી પાણી ઉડેછે. આ સિવાય શહેરના દર એક બીજો મહેલ છે. પણ તેમાં કોઈ રહેતું નથી. શહેરની પશ્ચિમે એક ત્રીજો મડ઼ેલ છે તેમાં પણ કોઈ રહેતું નથી. પણ તે તેના કદ અને મજબુતીને માટે તેમજ કોતર કામને માટે પ્રખ્યાત છે. શહેરથી ૪ મેલને છેટે જૈનધર્મનાં દેવલો છે તે પણ કોતર કામને માટે પ્રખ્યાત છે. તીખાની પડોશમાં પુષ્કળ ઝાડી છે.. મને ત્યાં શિકાર પુષ્કળ મળી માવેછે. જે ટેકરીપર શહેર ભાવેલું છે. તેની પાસે એક સરોવર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com