________________
(૧૪૮)
વરા.
ચ્યા રાજ્ય ખાસ માળવા પ્રાંતના પશ્ચિમ ભાગમાં છે. તેના રાજકતા રોહીલા જાતના પઠાણ મુસલમાન ઋનેતે નવાબની પદ્મિથી ઓળખાય છે. સીમા—મા રાજ્યની ઉત્તરે તથા ઈશાન કોણે સીતામાનનું રાજ્ય પૂર્વે હાલકર સરકારનો મહદપુર લો, દક્ષિણે સિંધિમ્મા સરકારનો મુલક તથા રતલામનું રાજ્ય અને પશ્ચિમે પરતાપગઢનું રાજ્ય છે. આ રાજ્ય માં ૮૭૨ ચોરસ માઈલ જમીન તથા ૧૦૮૦૦૦ માણસની વસ્તી છે. તેમાં ૮૭૦૦૦ હિંદુ, ૧૩૦૦૦ મુસલમાન અને ખીજા પરચુરણુ લોક છે. વાર્ષિક ઉપજ સુમારે ૨૮૦૦૦૦૦ (આઠ લાખ) થાયછે.
દેશનું સ્વરૂપ—મુલક સપાટ, ચ્યાબાદ અને રસાળ છે. તેમાં સુપ્યત્વે કરીને ઘઉં, ડાંગર, ખાજરી, મકાઇ, તમામ જાતનું કઠોળ, ગળી, શેરડી, તમાકુ અને ખસખસના છોડની નિપજ થાયછે. મુખ્ય નદી ક્ષીપ્રા તે પૂર્વે સરહદ ઉપર છે. લોક—રજપુત, ભીલ અને પરચુરણ જાતના હિંદુ તથા મુસલમાન છે. મુખ્ય શહેર જાવરા એ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ સાહેબ રહેછે. આ શહેર મા રાજ્યના પશ્ચિમ ભાગમાં છે તથા તે રેલવેસ્ટેશન છે. મા રાજ્ય ડાલકરનું ખડીયું રાજ્ય છે અને નવાખને ગાદીએ બેસતી વખતે હાલકરને રૂ૨૦૦૦૦૦ (બે લાખ) નજરાણાના આપવા પડેછે. જો કે મા રાત્મ્ય હાલકરનું ખંડીયું છે. તોપણ તે ઈંગ્રેજ સરકારની સત્તા નીચેછે. નવાબને લશ્કરના ખરચને માટે ઈંગ્રેજ સરકારને ૨૧૬૧૯૦૦ આપવા પડેછે. દનકની સનદ—આ રાજ્યને માટે જો પછાડી વારસ શાહજાદો ન હાય તો મુસલમાન સીરસ્તા પ્રમાણે વગર નજરાણાં આપે દત્તક લેવાની સનદ ઈંગ્રેજ સરકાર તરફથી મળીછે. તેમજ ઈ. સ. ૧૮૭૭ની સાલમાં નામદાર કેસરેહિંદ તરફથી સેન સાહી વાવટો. પણ મળ્યો છે.
ઈતિહરસ—જાવરાનું રાજ્ય પ્રખીસ્માત અમીરખાનના સાળા જાફ્ રખાને સ્થાપ્યું હતું. તે ૧૮મા મુકાની આખરે રાહીલ ખંડમાં જન્મ્યો હતો. તેના બાપદાદા ઞફુગાન જાતના પઠાણ હતા. ઈ. સ. ૧૭૯૮માં જ્યારે મમીરખાન હાલકરના હાથ નીચે સરદાર થયો ત્યારે તે તેને (અમીરખાનને) જઈ મળ્યો અને પોતાની બુદ્ધિ અને બહાદુરીથી પ્રખીગ્માત થયો. ઈ. સ. ૧૮૦૮માં જ્યારે જસવંતરાવ હાલકર ગાંડો થયો. ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com