________________
(૧૪૫) હઝહાઇનેસ ક્રીશ્નાજીરાવ પવાર બાબાસાહેબ અને હીઝાઈનસ નારણરાવ પવાર, દાદાસાહેબને સરખે હક અને હેદો છે. તેમને હલકા દરજાની સત્તા છે. અને તેઓ અંગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૫ પ ફોડી માન આપવામાં આવે છે. તા. ૧૦ ફેબુ આરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કાને ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનું મહત્વ પાળવામાં આવ્યો હતો તેમાં બંને શાખાના રેવરાજાએ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજભક્તિ દેખાડી આપી હતી.
દેવાસએ રાજધાનીનું શહેર છે. તે અંદરથી ઈશાન કોણમાં ૨૦ માઈલને છેટે છે. રાજ્યના બને સરદાર શહેરમાં જુદા જુદા - હેલમાં રહે છે. વસ્તી ૧૨૦૦૦ માણસની છે. શહેરમાં પોસ્ટ ઓફીસ, પરદેશીઓને ઉતરવા માટે એક બંગલો અને દવાખાનું છે. શહેરી વાવ્ય કોણમાં ૩૦૦ ફૂટ ઉંચી એક ટેકરી છે તેના ઉપર ચામુડા દેવીનું એક મંદીર છે. વળી તે ટેકરી ઉપર મહાદેવનું દેવળ અને તળાવ છે,
દતી. આ રાજ્ય બુદેલખંડના વાવ્ય કોણ તરફના છેવાડા ભાગ પર સિધિઓ સરકારના ખાસ વાલીઅર પ્રાંતની અગ્નિકોણમાં અને ઝાંસી જીલ્લાની ઉત્તરમાં છે. તેના રાજકર્તા બુદેલા જાતના સૂર્યવંશી રાજપૂત અને તે મહારાજાની પદિથી ઓળખાય છે સીમા-આ રાજ્યના ઈશાન કોણમાં સંપથર સંસ્થાન, દક્ષિણે ઝાંસીને મુલક અને પશ્ચિમે સિપ નદી આવેલી છે. આ રાજ્યમાં ૮૫૦ ચોરસનિલ જમીનનું ક્ષેત્રફળ ૪૫૪ ગામ અને વસ્તી ૨૦૦૦૦૦ (બે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ ૨૧૦૦૦૦૦૦ (દશ લાખને આસરે થાય છે. દેશનું સ્વરૂપ મુલક પણુંકરીને બચો નીચે અને જ્યાં ત્યાં વેરાતી ડુંગરીઓ છે તે પણ ઈશાન કોણ તરફનો ભાગ સપાટ છે. અને દક્ષિણ તરફનો ભાગ ટેકરા ટેકરીવાળો છે. નદી. સિંધ એ આ રાજ્યના નરત્યકોણ તરફથી નીકળી આ રાજ્યની હદ છોડી પછી જમનાં નદીને મળે છે. પાણીની આવદાની સારી છે. હવા ગરમ અને સુખદાયક છે. જમીન રસાળ છે તેમાં ધ, બાજરી, જુવાર,
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com