________________
(૧૩૫) સીમા–આ રાજ્યની ઉત્તરે રતલામનું રાજ્ય, ઈશાન કોણમાં સિંધિઆ સરકારનો બનાગરનો મુલક ઉજણ પ્રાંત, પૂર્વ અને અમિણ તરફ ઇંદોરનું રાજ્ય, દક્ષિણે વઢવાણીનું રાજ્ય અને નર્મદા નદી અને પશ્ચિમે આલીરાજપુર ઝાબુઆનું રાજ્ય અને સિંધિઓને અમજેહરાનો મુલક છે. આ રાજ્યમાં ૧૭૪૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં આશરે ૨૦૦૮ ૦૦ (બે લાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ ૨૮૦૦૦૦૦ (આઠ લાખ)ને આશરે થાય છે.
દેશનું સ્વરૂપ—આ રાજ્યના સાત ભાગ કરવામાં આવ્યા છે તેમનાં નામ ધાર, બદનાવર, નળયા, ધરમપુરી, કુકસી, તીકરી અને નીમનપુરમ કરાર છે. આ રાજ્યમાં કેટલાક રજપૂત ખંડીઆ રાજા છે. આ રજપૂત સરદારોને પોતાના મુલકમાં કુલ સત્તા છે અને તેના ઉપર અપીલ કરવી હોયત ધારના મહારાજાને થાય છે. આ રાજ્યના તાબાનો ઉત્તર ભાગનો મુલક માળવામાં આવ્યો છે. તે ભાગ સપાટ, આબાદ અને રળિઆમણે છે. દક્ષિણ તરફનો ભાગ વિધ્યા અને તેની શાખાના ડુંગરોથી તેમજ ઝાડીથી ભરેલો છે આ દેશની જમીન સમુદ્ર સપાટીથી લગભગ ૨૦૦ ફુટ સુધી ઉચી છે. હવા ગરમ છે. વર્ષાદ ઈશાનકોણ તરફથી વરસે છે. ને તે ઘણે હોય છે.
મુખ્ય નદી–નર્મદા, તે આ રાજ્યની દક્ષિણ સરહદ ઉપર પૂર્વથી તે પશ્ચિમ તરફ વહે છે. આ સિવાય ચંબા (ચંબલની સાખા) માન, કેરમ, બાગની વગેરે નાની નદીઓ છે.
પેદાશ–ધારના રાજ્યની જમીન એકંદરે સારી છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, તમાકુ, ખસખસ, કઠોળ, કપાસ, હળદળ અને શેરડી વિગરેની નિપજ થાય છે. જાનવર–વાઘદીપડાં, રીંછ, જંગલી કર, અનેક જાતનાં હરણ અને બીજા ફાડી ખાનાર જાનવરો છે. ગામ પશમાં ગાય, બળદ અને ભેંશે હેય છે. લોક–રજપુત, મરેઠા, ગરાશીઆ, પીંઢારા અને ભીલ વગેરે છે. મુખ્ય શહેર–ધાર એ રાજધાનીનું શહેર છે, તેમાં રાજકતા મહારાજા રહે છે. આ શહેર મહુના રેલવે સ્ટેશનથી પશ્ચિમમાં ૩૩ માઈલને છેટે છે. મહુમાં અંગ્રેજી છાવણી છે. અને તે હેકરના મુલકમાં છે. માંડ એ નામનું પ્રાચિન કાળનું એક મોટું શહેર નર્મદા નદીની ઉતરે ૧૫ માઇલને છે. ઘાટને મથાળે છે. તે હાલ ભાગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com