________________
જવા આવ્યું છે, તથા તે ઉજડ પડવું છે તે પણ તેમાં કેટલીક જુની ઈમારતો, દરેક માણસનું મન ખેંચે તેવી તૈયાર છે. દતકની સનંદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા પુત્ર વારસ વગર મરણ પામે તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ ઈગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી એક પાદશાહી વાવટો સને ૧૪.૭૭ ની સાલમાં નામદાર કેસરે હિંદ તરફથી મળેલો છે.
ઇતિહાસ-આ રાજ્યને ઈતિહાસ “માળવાના રાજ્યના ઈતિહાસને એક ભાગ છે. ધારના રાજકર્તા પવાર જાતના રજપુત છે. તેમનો મુળ પુરૂષ માળવામાં આવી વસ્યો હતો. આ કુટુંબનો મુળ પુરૂષ શિવાછ વાર હતો. તે મુલતાન ગામને પટેલ હતો. શિવાજીને ક્રિશ્નાજી નામે એક છોકરો હતો. ક્રીમ્રાજી અને તેના ત્રણ છોકરા બાવાજી, રાયજી
અને કેરૂજી સીલેદાર હતા, અને તેઓ ખેતીનો ધંધો કરતા હતા. બાવાજીને સંભાજી અને કલોજી એ નામના બે છોકરા હતા. તેઓ પ્રખ્યાત શિવાજીની નેકરીમાં લશ્કરી સરદાર થયા. સંભાજીને ઉદયજી, આનંદરાવ, અને જગદેવ એ નામના ત્રણ છોકરા હતા. શિવાજીની પછી ગાદીએ
એવું કહેવાય છે કે વિક્રમાદિત્ય અને ભોજરાજા પવાર જાતના રજપુત હતા. એમ પણ કહેવાય છે કે ભોજરાજાએ પોતાની રાજધાની ઉજનમાંથી ઉઠાવી ધામાં કરી હતી. ઈ. સ. ૫૦૦ માં પેવારની પડતી થવા લાગી તેથી તેઓ દક્ષિણમાં પુના તરફ આવ્યા. ઈ. સ. ૧૩૮૮ માં દીલાવરખાન દિલ્હીથી ગવરનર તરિકે ધાર આવ્યો. અને ત્યાંના હિંએનાં દેવળ તોડી તેનું કાઠકામ મસી બાંધવામાં વાપર્યું. દીલાવરખાનનો છોકરો તેના પિતાના મરણ પછી ગવર્નર થયો. તેણે પોતાની રાજધાની ધારમાંથી ઉઠાવી મમાં કરી. ઈ. સ. ૧૫૬ માં અકબર ત્યાં ગયો ત્યારથી તે મરેઠાની પડતી થઈ ત્યાં સુધી ધાર દિલ્હીના રાજ્યનો એક ભાગ હતો. ઈ. સ. પૂર્વે ૧૦૦૦ વર્ષ સુધી પવાર લોકોએ રાજ્ય કર્યું હતું એમ જણાય છે.
આ ગામ પુનાથી ઈશાન કોણમાં ૩૦ માઈલને છેટે છે.
તેમના વંશજે હજુ સુધી મુલતાનમાં વંશપરંપરાની પટલાઈ ભોગવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com