________________
(૧૩)
અંગ્રેજોને એકદમ તાબે થઈ ગયો. આ વખત એટલે ઈ. સ. ૧૮૧૩ ના જુનની તા. બીજીએ બીજી વખતના કોલકરાર થયા તેથી પ્રથમ જે કરાર થયા હતા તે કબુલ રાખ્યા અને રાજાને ઇગ્રેજો સાથે સંબંધ ખુલ્લો કરવામાં આવ્યો. આ સલાહથી રાજા બીજા રાજ્યો સાથે ખટપટ સંબંધી વહેવાર નહિ રાખવાને અને બીજા સાથે સાથે ઇગ્રેજોને કજીએ થાય તો તેમને મદદ કરવાને બંધાએ. રાજા જેશીંગદેવને આ સરત નહિ ગમવાથી તેણે રાજ્યનો હક છોડી દો અને તે હક પોતાના છેકરા બીશનનાથશીંગને સેં. ઈ. સ. ૧૮૧૪ માં રેવાના રાજા સાથે ફરીથી સલાહ થઈ. આ સલાહથી કેટલાક મુલક ઈગ્રેજ સરકારે લઈ લી હતો તે તેને પાછો મળ્યો. બીશનનાથસિંગ ઈ. સ. ૧૮૭૪ માં મુએ. તે પછી તેનો છોકો રઘુરાજશીગ ગાદીએ બેઠો. રધુરાજશીંગના વખતમાં સતીનો અટકાવ થયો ઈ. સ. ૧૮૪૭. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં તેણે ઈગ્રેજોને ઘણી સારી મદદ આપી જેથી તેના બદલામાં સોહાગપુર અને અમરકંટક પરગણું બક્ષીસ મળ્યાં. ઈ. સ. ૧૮૬૪માં રાજાને ધામધુમથી સ્ટાર ઓફ ઈડિઆન કિતાબ મળ્યો. ઈ. સ. ૧૮૧૮માં રાજાએ રોજા સરદીનકરરાવં સી. એસ. આઈને દીવાન નીમ્યા જેને દિલ્હીના દરબાર વખત “મુસીર. ઈ. ખાસ. બહારનો ઈલકાબ મળ્યો રાજા સર રઘુરાજશીંગ બહાર જી. સી. એસ. આઈએ કલકત્તામાં નામદાર પ્રીન્સ એક વેસન ઈ. સ. ૧૮૭૫ ના ડિસેમ્બરની ૨૭ મી તારીખે મુલાકાત લીધી અને પ્રિન્સ બીજે દહાડે વળતી મુલાકાત આપી. - તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિદને માટે કેસ રહિંદ એ પદ ધારણ કર્યું અને તે બાબતને ઢઢો વાંચી બતાવવા માટે તેજ તારીખે કંડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. તે વખતના દરબારમાં મહારાજા દિલ્હી પધાર્યા હતા. આ વખત તેમને ૧૭ તપનું માન મળતું હતું તે વધારીને ૧૮ તપનું માન આપવામાં આવ્યું. વળી એક પાદશાહી વાવટો પણ આપવામાં આવ્યો હતો. મહારાજા રઘુરાજશીંગ બહાર પોતાની ૪૬ વરસની ઉમરે સને ૧૮૮૦ની સાલમાં મરણ પામ્યા. તેમની પાછી તેમને કુંવર વંકટરમણ રામાનુજ પ્રસાદશીંગ ગાદીએ બેઠો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com