________________
(૧૨૮) દ્રસિંહ ગાદી પર બેઠા તેમનું મરણ એક બ્રહ્મરાક્ષસના શાપથી થયું એમ કહેવાય છે. તેમના પછી તેમના પાટવી કુંવર વિક્રમાદિત્ય ઈ. સ. ૧૯૧૮ માં ગાદી પર બેઠા. | વિક્રમાદિત્ય કે જે ૧૯૧૮ માં રાજા થયો તે રેવાશહેર વસાવનાર તરીકે પ્રસિદ્ધ થયો કારણ કે તેણે એ શહેરને પહેલ વહેલી રાજધાની કરી તથા કિલ્લો બાંધ્યો. તેના પછી અનુક્રમે અમરસંગ. અનપસંગ, ભાવસંગ અનુરૂદસંગ અને અબતસીંગ એ પ્રમાણે રાજા થયા. આમાંનાં છેલો અબદુલસિંગ જ્યારે ગાદીએ બેઠે ત્યારે ફક્ત છ મહીનાનો હતો. આના વખતમાં પનાના રાજા હરદશાહે હુમલો કર્યો અને રાજધાનીનું શહેર લઈ લીધું. નાનો રાજા અને તેની મા પ્રતાપગઢ નાશી ગયાં પણ થોડા વખત પછી દિલ્હીના પાદશાહની મદદથી તેને પાછા હઠવું પડ્યું અબદુલશીંગની પછી અજીતસિંગ અને તે પછી જેશીંગદેવ ઈ. સ. ૧૮૦૯માં ગાદીએ બેઠો. રાજા જેસીંગના વખતમાં અંગ્રેજોએ વસાઈના કોલકરારથી ઈ. સ. ૧૮૦૩ માં રાજાને પેશ્વાના ઉપરીપણામાંથી પોતાના તાબામાં લી. અંગ્રેજે કાશ્કરી મદદ રાજ્યના રક્ષણ માટે આપે અને રાજા તે બદલ નાણું આપે એમ ઈચ્છા બતાવી પણ રાજાએ ધાર્યું કે મદદની જરૂર ન તેમ કરી તે કબુલ કર્યું નહિ. ઈ. સ. ૧૮૧૨ માં પીંઢારાઓએ મીરજાપુર લુટયું અને તે કામમાં ત્યાં જતાં રેવાના રાજાએ તે લોકને જવાનો રસ્તો આપો અને બીજી પણ મદદ આપી પણ પછીથી એવું માનવામાં આવ્યું કે રાજા ગભરાય છે તેથી કોલકરાર કરવા અંગ્રેજોએ બોલાવ્યો કે જેથી ઈગ્રેજે તેને તેના રાજ્યનો રાજા તરીકે ગણ્યો ને રાજાને મદદ આપવા અંગ્રેજોએ કબુલ કર્યું. તેના સામે રાજાએ પડોશી રાજાઓ સાથે તકરાર થાય તે બાબતનો ચુકાદો અંગ્રેજ કરે એમ કબુલ કર્યું. અંગ્રેજી લશ્કરને પોતાના રાજ્યમાં રહેવા દેવાને અને રાજ્યમાં થઈને જવા દેવાને કબુલ કર્યું અને ગુનેગારોને અથવા ખુની લેકોને નાશી જતા હોય તો તેમને તથા તેમના રાજ્યમાં આશ્રય લેતા હોય તેમને અંગ્રેજોને હવાલે કરવા. રાજા જેશીંગ દેવની ધારણું આથી પુરી થઈ નહિ. તેણે ઈગ્રેજી ટુકડી પોતાના દેશમાં થઈને જતી હતી તેને પકડી અને તેમને દુઃખી કય બીજું એક લશ્કર આને માટે જે મોકલ્યું અને રાજા કંઈ બચાવ કર્યા સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com