________________
(૧૨૪) એજંટ સરલીપલ ગ્રીફને સને ૧૮૮૫ ની સાલમાં તેમને નવાબનો ખિતાબ છીનવી લીધે છે. તથા ૧૭ તપનું માન મળતું હતું તે પણ બધ કરવામાં આવ્યું છે. ને નામદાર મહારાણીના શાહજાદા પ્રિન્સઓફ વેલ્સ હિંદની મુસાફરી માટે આવ્યા તે વખતે તેમની મુલાકાતસારૂ બેગમ સાહેબ પોતે સને ૧૮૭૫ ને ડિસેમ્બર માસમાં કલકત્તે ગયાં હતાં. અને બહુ માન ભરેલી રીતે મુલાકાત થઈ હતી.
તા ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ નામદાર મહારાણી વિકટો. રીઆએ હિંદને માટે કેસલિંદ એ પદ ધારણ કર્યું તે બાબતનો - ઢશે વાંચી સંભળાવવાને લંડલીટને દિલીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં શાહજહાન બેગમ ગયાં હતાં અને ત્યાં તેમને જી, સી. એસ. આઈને માનવ ખિતાબ મળ્યો હતો. તથા તેમનાં વડીએ કુદશીઆબેગમને “ક્રાઉન ઓફ ઈડીઆ(હિંદુસ્તાનનો મુગટ)ના ખિતાબ મળ્યા હતા. આ વખત કુદશી આ બેગમને ૧૫ તેમનું માન મળવાને ઠરાવ થયો હતો. આ દરબાર તરફથી ભોપાળના રાજ્યને ઈંગ્લીશ શહેનશાહી વાવટો મળ્યો છે. નામદાર બેગમ સાહેબે રૂ૫) લાખના ખરચથી ભોપાબ ટેટ રેલવે બાંધી અને તેને તા. ૧૮ મી નવેમ્બર સને ૧૮૮૪ના રોજ ખુલ્લી મુકી. તા. ૧૬ કે. બુઆરી સને ૧૮૮૭ ની સાલમાં મહારાણી વિકટોરીઆને રાજકર્યાને પુરાં ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્તાનમાં જ્યુબીલી નામને મહેસ્વ પાળવામાં આવ્યો હતો. તેમાં ભોપાળનાં બેગમસાહેબે પણ સારો ભાગ લીધે હતો. તેમણે જ્યુબીલીને દીવસે શહેરમાં રોશની કરાવી હતી અને ગરીબ લોકને અને વસ્ત્ર આપી પુન્યનું કામ કર્યું. હાલ રાજકતા નામદાર શાહજહાન બેગમની હાલ ૪૯ વરસની ઉમર છે બેગમ સાહેબ બ્રિટીશ છાવણીમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતી અને ૧૯ તપનું માન મળે છે.
ભોપાળ–એ રાજધાનીનું શહેર છે અને તે દરીઆની સપાટીથી ૧૪૭૦ ફુટ ઉચાઈએ છે. તેની આસપાસ ઈટોથી ચણેલી બે માઇલના ઘેરાવાની એક દીવાલ છે તેની અંદર એક કીલો છે તે પણ ઈટોન છે. શહેરની બહાર એક ગંજ એટલે વેપારનું મથક છે. નિત્ય કોણ તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com