________________
(૧૩) કર્યું. અંગ્રેજ સરકાર તરફથી ૪ ૫ બક્ષિસ મળી અને તા. ૧લી સપ્ટે
મ્બર સને ૧૮૬૩ના રોજ તેમને સ્ટાર ઓફ ઈડિઆનો માનવ ખિતાબ મળ્યો. જેમ અંગ્રેજ સરકારે બેગમ સાહેબની મદદને તેમને બદલો આપ્યો તેમજ બેગમ સાહેબ પણ બળવાની વખતમાં પોતાની પ્રજામાંના જે લેકે સારી મદદ આપી હતી તેમને પોતે ઉદારતાથી મોટી મોટી બક્ષિસ આપી. બે માસ પછી પોતે મક્કાની યાત્રા કરવા સારૂ જવાની તૈયારી કરી અને પોતાની શાહજાદી શાહજહાન બેગમને અંગ્રેજોના સ્પણ નીચે મુકી ભોપાળ એડવું. પોતે મક્કાની યાત્રા કરી, પછીથી બને તો મદીના અને તે પછી ઈંગ્લાંડ જવા ઈરાદો કી હતી. પણ લુંટારાઓના ઉપદ્રવને લીધે પાછા ફર્યા. તે સને ૧૮૬૪ના જુન માસમાં મુંબઈ આવ્યાં, અને ચાર પાંચ માસ મુંબઈમાં રહ્યાં. ત્યાંથી ભોપાળ આવ્યાં, તે પછી ચાર વરસ સુધી ડહાપણથી રાજ્ય ચલાવ્યા બાદ તા ૩૦ અકબર સને ૧૮૬૮ના રોજ મરણ પામ્યાં.
નામદાર સિકંદર બેગમના મરણ પછી તેમની શાહજાદી શાહજહાન બેગમ ગાદી પર બેઠાં. આ વખતે તેમની ૩૦ વરસની ઉમર હતી. તેમની બે વખત શાદી થએલી છે. પહેલી વખત બક્ષી બકમહમદખાન નામના ઉમરાવ સાથે શાદી કીધી હતી, પણ તે ઉમરાવ ઈ. સ. ૧૮૬૭માં મરણ પામવાથી બીજી વખત ઈ.સ. ૧૮૭૧માં મહમદ સદીકસેન સાથે કીધેલી છે. પ્રથમની શાદીવાળા ઘણીથી સુલતાન જહાન નામની શાહજાદીનો જન્મ થએલા તેણીની જલાલાબાદના એક અમીર મીરઅહમદઅ.. લીખાન સાથે તા. ૧ લી ફેબ્રુઆરી સને ૧૮૭૫ ના રોજ શાદી કીધેલી છે. આ શાહજાદીએ ઈગ્રેજી ભાષાનો અભ્યાસ કીધેલો છે. બેગમસાહેબના ખાવિંદ મહમદ સદીકહુસેનને આબરૂને માટે સરકાર તરફથી પ્રથમ “નવાબ” એવો ખિતાબ મળ્યો હતો તથા ઈ. સ. ૧૮૭૭ ના દિલ્હીના દરબાર વખત ૧૭ તેમનું માન મળવા ઠરાવ થયો હતો અને તે પ્રમાણે માન મળતું હતું પરંતુ તેમણે ભોપાળના રાજકારભારમાં માથું ઘાલ્યું અને પોતાના સગા કે નેહીઓને મોટા મોટા હોદા આપી પ્રજા ઉપર જુલમ કરવા માંડ્યો. આ હકીકત ઈગ્રેજ સરકારના કાન ઉપર જતાં નામદાર સેકટરી ઓફ સ્ટેટના હુકમથી મધ્યએજન્સિ ખાતેના ગવર્નર જનરલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com