________________
(૧૩)
તેથી તે ખરેખર રાજકત તરિકે પ્રસિદ્ધ થઈ. આ વખત પોતાની શાહજાદી શાહજાને પોતાની મા સિકંદર બેગમ હયાતી સુધી રાજ્ય કરે એમ ઈગ્રેજ સરકાર આગળ કબુલ કર્યું. - ઈ. સ. ૧૮૫૭ની સાલમાં હિંદમાં ઠામ ઠામ બળવો જો, તે વખત સિકંદર બેગમ ખેતાના રાજ્યને બચાવ કી એટલું જ નહિ, પણ ઈ. ગ્રેજોને આશ્રય આપવામાં બાકી રાખી નથી. અંગ્રેજોના નાશ વિષે બંડખોરોએ એપ્રિલ માસમાં ઢરો પીટાવ્યો હતો. તે વાતની ખબર પાળ ના અંગ્રેજ રેસીડેન્ટને તુરત આપી. જુન માસમાં જે દેશી બંડખેરો એ કામને માટે લશ્કર ભેગુ કરતા હતા તેમના બળવાનો દરકાર નહિ રાખતાં ખુલ્લી રીતે ભોપાળમાંથી કહાડી મુક્યા. જુલાઈ માસમાં ઈંગ્રેજ અમલદારોને ઈરમાં હલકરના બંડખોર લશ્કરના જુલમથી નાસવું પડયું હતું, તે અંગ્રેજોને ભોપાળમાં રાખી સારો આશ્રય આપ્યો હતો.
આ કામમાં બેગમ સાહેબને બંડખરો તરફથી ભારે આફત વેઠવી પડી હતી. બંડખોર ભેગા મળી ગયેલા ભેપાળના લશ્કરે તેમજ અંગ્રેજી દેશી સિપાઈઓએ બળવો કર્યો. તે વખત બેગમ સાહેબને પોતાની મા, કે જે ધર્મધ હતી તેણે તથા તેનો કાશે કે જે નબળા મનને હતો તેણે અંગ્રેજોને ઘાણ કાઢી નાંખવા ઉશ્કેરણી આપી હતી. પરંતુ પ્રમાણિક બેગમ સાહેબે તે વાતને ધિક્કારી કહાડી પોતાના આશ્રય ન આવેલા અંગ્રેજે, તેમની અબળાઓ અને બચ્ચાંને સલામતીવાળી જગા જે હસંગાબાદ ત્યાં સુધી પહોચાડી દીધાં અને પછીથી પોતાની તલવાર અને બુદ્ધિબળથી બંડખોર લશ્કરને નરમ પાડયું એટલું જ નહિ પણ પિતાના ભોપાળના રાજ્યમાં શાન્તી પાથરી. પછીથી જ્યારે બંડખોર લોકોની ભરતી ઉતરી ગઈ અને અંગ્રેજો વેર લેવાને તૈયાર થયા ત્યારે પણ બેગમ સાહેબે પોતાના લશ્કરથી તથા ખોરાકથી અંગ્રેજોને કિમતી મદદ આપી. આ બેગમ સાહેબની મદદના બદલામાં અંગ્રેજ સરકારે તેમને બારીઆનું પરગણું બક્ષિસ આપ્યું, જે પ્રગણું ધારના રાજા પાસેથી લઈ લેવામાં આવ્યું હતું. સને ૧૮૫૯ના ડિસેમ્બર માસમાં અંગ્રેજ સરકારે બેગમ સાહેબને એક સનદ આપી તેથી તે પોતાના એક હક તરિકે ભોપાળનું રાજ્ય કરે અને તેમના પછી તેમની શાહજાદી તથા તે પછી તેમના વંશજો મુસલમાની સરેહ પ્રમાણે ભોપાળનું રાજય ભોગવે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com