________________
(૧૨)
મદ નવાબ તરિકે ભોપાળની ગાદીએ બેસે. વળી એવો પણ ઠરાવ થયો હતું કે શાદી થતા સુધી વચ્ચે જે વખત જાય તેટલા વખત સુધી વિધવા કુદસીઆ બેગમ રાજકારભાર કરે. આ ગોઠવણ અમલમાં આવી. કુદશીઆ બેગમ એ વેળા સતર વરસની ઉમરની હતી. કુદશી આ બેગમે પોતાના મરનાર ધણી નજર મહમદના વખતના પ્રધાનોને રાખીને તેમની સલાહ પ્રમાણે રાજકારભાર કરવા માંડ્યો; પણ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ બેગમને સત્તાનો પાર વધતો ગયો અને તેથી મુનીર મહમદ સાથે પોતાની શાહજાદી સિકંદર બેગમની શાદી કરવા સંબંધીનો કરાર તોડવા મરજી બતાવી. આથી મુનીર મહમદ ઈ. સ. ૧૮૨૭ માં હઠ પકડી કે હુંજ શાદી કરું અને નવાબ બનું, કુદશી આ બેગમ ગુસ્સે થઈ તેને ધીક્કારી કાઢ્યો અને શાદી નહિ કરવામાં આવે એમ સ્પષ્ટ રીતે કહ્યું અને શાદીનો ઠરાવ રદ કર્યો. મુનીર મહમદે તકરાર બનાવ્યાથી રાજ્યના અમીરોએ મળીને ફેર એવો ઠરાવ કર્યો કે કુદશીઆ બેગમ પોતાની હયાતી સુધી સ્વતંત્રપણે રાજ્ય કરે અને મુનીર મહમદ માટે થયેલી સરતો રદ કરી તેને ૪૦ હજાર રૂપીઆની પેદાશ જેટલી જાગીર આપવી તથા તેના ભાઈ જહાંગીર મહમદ સાથે સિંકદર બેગમની શાદી કરી કુદશીઆ બેગમની હયાતી પછી તેને રાજ્ય સોંપવું. સને ૧૮૩૫ ના એપ્રીલ માસમાં સિકંદર બેગમની શાદી જહાંગીર મહમદ સાથે કીધી. આથી સમાધાની થવાને બદલે તકરાશે વધી. ત્રણ પાર્ટી બંધાઈ કુદશી આખેગમ, સિકંદરબેગમ અને જહાંગીર મહમદ. જે જહાંગીર મહમદે થોડો વખત રાહ જોઈ હતો તે થોડા વખતમાં નવાબ બનત 'પણ તેને જલદીથી રાજ્યભને માટે અધિરાઈ આવી અને તેથી તેણે કુદશી આ બેગમને પકડી કેદ કરવા યુક્તિઓ રચવા માંડી. તેની ગોઠવો કે આ કામમાં યુક્તિ બંધ હતી અને તેમાં ફતેહ પામવાની તૈયારી હતી પરંતુ અણુની વખતે તેના અંતઃકરણે તેને નિષ્ફળ કી. કુદશી આબેગમ જ્યારે સત્તાવાળી હતી ત્યારે તેને જવા દીધી. અને તેથી કરીને અંદર અંદરની તકરાર વધી પડી. તકરારમાં જહાંગીર મહમદ હાય અને અષ્ટાના કિલ્લામાં જઈ ભરાઈ પેઠો. બેગમના લશ્કરે તે કિલ્લા પછાડી ઘેરો ઘાલ્યો અને ઘેરો બે માસ સુધી રહ્યો. છેવટે બંને પક્ષ તરફથી અંગ્રેજ સરકારનું મધ્યસ્થપણું કબુલ થયું અને તેથી એમ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com