________________
(૧૧૯)
મહિને એટલે ઇ. સ. ૧૮૧૬ના ફેબ્રુઞારી માસમાં સ્મા પ્રખ્યાત દિવાન વજીરમહમદ એક ડાહ્યામાં ડાહ્યા રાજ કતા તરીકે, એક માહાદુર લડવક્ખા તરિકે, અને ચતુર તથા હિંમતવાન સરદાર તરિકેનું, માન મુકી મરણ પામ્યો. વજીરમહમદના પછી તેનો બેટો નજરમહમદ થયો. એ નજરમહમદની પાત્રી હાલ ભોપાળમાં રાજ્ય કરેછે.
મા નરમહંમદે ચાર વરસ સુધી વહિવટ કીધો, તેમના ખીજા વરસમાં એટલે ઇ. સ. ૧૮૧૭માં તે ઈંગ્રેજો સાથે સલાહ કરવામાં તેહ પામ્યો. સલાહમાં એવી શરત હતી કે ઈંગ્રેજ સરકારને મદદ કરીને તેમણે પીંઢારાાની સાથે લડવું. તે શરત ખરાખર રીતે પાળવામાં આવી, બીજે વસે એટલે ઇ. સ. ૧૮૧૮ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૨૬મીના રોજ ભોપાળ અને ઈંગ્રેજ સરકાર વચ્ચે હંમેશની દોસ્તીને માટે કોલકરાર થયા. તેથી ભોપાળના રાજ્યની ઉપજ હમણાં લડાઇની ભાખરે માશરે વીસ લાખ રૂપીઆ હતી, તે રાજ્ય હમેશાં વંશ પર ંપરા ભોગવી ઈંગ્રેજ સરકારની ચાકરી સારૂ ૬૦૦ વાર અને ૪૦૦ પેદળ જેટલું લસ્કર તૈયાર રાખવું એમ ઠર્યું; સિવાય ખંડણી આપવાની હતી તે ઈંગ્રેજ સરકારે માફ કરી અને મઠ્ઠા વગેરે પંચમહાલ, સુજાવેલપુર અને ઇસલામ નગરનો કિલ્લો વિગેરે મુલક અગાઉ લડાઇઓમાં ખોયો હતો તે ભોપાળને પાછો સોંપ્યો. એ મુલક જેના વહિવટમાં હતો તેને ભોપાળની દરબાર દર વરસે રૂ ૬૦૦૦ આપે એમ પણ ઠરાવ થયેા હતો. ભોપાળનું રાજ્ય થાળે પડ્યા પછી કેટલાએક પીંઢારા લોકોને ખેતરા તથા જમીનો માપી તેમને ધંધે વળગાડવામાં સારૂં પગલું ભર્યું અને તેથી તે લાક પોતપોતાને ધંધે વળગ્યા. બીજે વરસે એટલે ઇ. સ. ૧૮૧૯માં નજરમહમદ પોતાની શાહજાદીને રમાડતાં રમાડતાં તેની કમ્મરમાં પીસ્તોલ હતી તે અચાનક છુટી અને તેથી મરણ પામ્યો.
નજરમહમદની, ધાસ મહમદ નવાખની શાહજાદી કુદસીઆ બેગમ સાથે શાદી થયેલી હતી તે ખાને પેટે સિકદર ખેગમ નામે એકજ શ!હજાદી હતી. એ સિકદર બેગમ ભોપાળની રાજકતા ખેગમ થઈ. નજર મહમદના મરણ પછી ભોપાળના અમીરોની કબુલત અને ઈંગ્રેજ સરકારની મજુરથી એવો ઠરાવ થયો હતો કે તેમના વડા ભાઇનો બેટો મુનીમહમદખાન, સિકંદર બેગમ સાથે શાદી કરે અને તે મુનીર મહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com