________________
( ૧૧ ) એ તીડની માફક ભોપા ના મુલકમાં પથરાઈ ગયા અને મરેઠાઓએ પણ લૂટો કરવા માંડી. આવી આફતના વખતમાં નવાબને બીજા તરકટી લોકો એવી દહેશત આપતા હતા કે રાજ્યના કડક થઈ જશે. આથી નવાબ ગભરાય. પરંતુ નવાબને પીત્રાઈ ભાઈ વજીર મહમદ કે જેને દિવાનની સામે બળવો ઉઠાવ્યાથી દેશનિકાલ કરી હતી, તેણે ભોપાળ માં પાછા આવી, પોતાના નવાબની આફતમાં ભાગ લઈ, હાથમાં તલવાર પકડી, પીંઢારા તથા મરેઠાઓ ઉપર પડી દેશને બચાવ કી. આ તલવારીઆ બહારની બુદ્ધિ, હિંમત અને સદગુણો એ અચંબ ઉપજાવે તેવી રીતે પીંઢારા અને મરેઠાઓને કહાડ્યા અને આઠ માસ કરતાં ઓછી મુદતમાં નવાબ હયાત મહમદને તેનું ભોપાળનું રાજ્ય પાછું સોંપ્યું. પણ તે વખત રાજકુટુંબમાંના હલકા મનના સરદારોએ તેની બુજ જાણી નહિ. તે મોટા મનથી રાજકારભાર કરવા લાગ્યો; પણ નવાબના શાહજાદા ધાસ મહમદને તેના ઉપર વહેમ આવ્યો કે દિવાન વજીર મહમદ લોક પ્રિય છે તેથી કોઈ વખત ગાદીએ બેશી રાજ્યનો ધણી થઈ પડશે. એમ ધારી તેને દિવાનગિરીમાંથી દૂર કરવા વિચાર કર્યો. આ કામમાં ઘાસ મહમદે વિચાર કર્યો કે તેની જગોને માટે એવા કોઈ માણસની નિમનોક થવી જોઈએ કે તે વજીર મહમદને કચરી નાંખે. મરદ મહભદખાન કે જે આ રાજ્યની સ્થાપના કરનાર દોસ્ત મહમદખાનના કાયદે. સર શાહજાદાથી ઉતરી આવેલો હતો તેને દિવાન બનાવ્યો અને વજીર મહમદને દિવાન પદ ઉપરથી ઉતા. આ પ્રમાણે ફેરફાર કરી વજીર મહમદનો નાશ થાય તેવી યુક્તિ રચી. વજીર મહમદને મરેઠા સાથે લડવા મક અને ઘાસ મહમદે લોકો ઉપર જુલમ કરી પોતાનો ખજાનો ભરવા માંડ્યો. આથી લોકો નારાજ થયા અને રાજ્ય ઉપર હુમલો કરવા ઉશ્કેરાયા. આ લોકોએ પોતાની મદદમાં મરેઠાઓને બોલાવ્યા. આ વખત વજીર મહમદને વેર વાળવાની તક હતી પણ પોતે બેઈમાન નહિ થતાં મરેઠાઓની સામે થઈ દેશનો બચાવ કરવા ભોપાળ પાછો આવ્યો. મરેઠા અને દેશના લોકે રાજ્ય ઉપર પસાર કરવાથી પોતે જીત પામશે એમ આશા નહતી, પરંતુ વજીર મહમદની આબરૂ સાચવવા જાણે ઈશ્વરે નિર્માણ કીધું છે તેમ સિંધીઆના રાજ્યમાં ગરબડ ઉવાથી મને રાઠાઓને તેણે પાછા બોલાવી લીધા. આ હુમલાનું કારણ મેરી મહમદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com