________________
( ૧૧ ) પ્રજાનું પાલન સારી રીતે કર્યું. એ મુરીદ તે મુરીદ મહમદના નામથી પ્રસિદ્ધ હતો.
જ્યારે આગલો નવાબ યાસીન મહમદખાન મરણ પામ્યો અને તે પછી રાજ્ય લોભને માટે જુદી જુદી ટોળીઓ બંધાઈ હતી ત્યારે હયાતખાનની ટોળીમાં પ્રખ્યાત પીંઢારી સરદાર અમીરખાન ૬ સ્વાર અને ૬૦ પેદળના માણસ સાથે કર રહ્યો હતો. પ્રખ્યાત અમીરખાન પછવાડેથી ભોપાળના મુલકમાં લશ્કરી સેનાપતિ બાલારામ ઇગ્લીયાના તાબામાં નાયબ થયો હતો. પછવાડેથી અમીરખાન વધતો જતાં એટલા સુધી વધ્યો કે હોલકરના લશ્કરને મુખ્ય સેનાપતિ થયે; તેથી અગાડી જતાં તેણે *ટકના રાજ્ય ની સ્થાપના કીધી.
હયાત મહમદના રાજ્યના પાછલા વખતમાં પીંઢારા અને મરેઠાઓના હુમલા ભોપાળના રાજ્ય ઉપર ઉપરા ઉપરી થવા લાગ્યા. પીંઢારા
*આ રાજ્યના રાજકર્તા જાતે રોહીલા જાતના પઠાણ છે અને તે નવાબની પદવિથી ઓળખાય છે. આ રાજ્યને મુલક એક જ નથી કેટલાક રાજ પૂતાણામાં અને કેટલોક ભાગ માળવામાં છે. આ રાજ્યનો વિ
સ્તાર ૧૮૩૪ચોરસ માઈલનો છે અને તેમાં આશરે ૩૨૦૦૦૦ (ત્રણ લાખ વીસ હજાર માણસની વસ્તી છે. વારસિક પદાશ આશરે રૂ.૧૨૦૦૦૦૦ (બાર લાખ) થાય છે. મુખ્ય શહેર ટેકછે તેમાં રાજકર્તા નવાબની ગાદી છે.
આ રાજ્યની સ્થાપના કરનાર અમીરખાન નામનો એક પીંઢારી સરદાર હતો. તે ઈ. સ. ૧૮૩૪માં મરણ પામ્યો. તેની પછી ટેકની ગાદીએ વજીર મહમદખાન થશે. તે ઈ. સ. ૧૮૬૪માં મરણ પામ્યો. તેમના પછી તેમનો શાહજાદો મહમદ અલીખાન ગાદીએ બેઠો. આ નવાબે લાવાના રજપૂત સરદાર ઉપર ઘણે જુલમ કર્યો હતો તેથી અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૬૮માં પદભ્રષ્ટ કર્યો અને નવાબને ૧૭ તેમનું ભાન મળતું હતું તે ઘટાડી ૧૧ તોપનું માન આપવા ઠરાવ કયો. નવાબને પદભ્રષ્ટ કરી બનારસમાં કેદ રાખ્યો અને તેના શાહજાદા ઈબ્રાહીમ અલીખાનને ટાંકની ગાદીએ બેસાડ્યો. આ નવાબની સારી વર્તણુકને લીધે તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ ૧૭ તેનું માન મળવા ઠરાવ થયો. આ રાજ્યના લશ્કરમાં ૧૧૩૦ દિલ ૧૭૩૦ સ્વાર, ૫૩ તોપ અને ૧૦૦ ગોલંદાજ રાખવાની સત્તા છે. નવાબની ઉમર હાલ ૪૨ વરસની છે. વધારે તે માટે 9. હિં. રાજપૂતાણા પા. ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com