________________
(૧૧૪ ) પ્રથમ કાબુલ તરફથી ઔરંગજેબ પાદશાહના વખતમાં દિલહી આવ્યો. તેની બહાદુરી જોઈ એરંગજેબ પાદશાહે તેને માળવામાં બેસીઆ જીલ્લાની લશ્કરી હાકની ઉપર નિમ્યો હતો. દેસ્ત મહમદખાનની આ નિમનો ઈ. સ. ૧૯૮૦માં થઈ હતી. રિંગજેબ પાદશાહ ઈ. સ. ૧૭૦૭માં મરણ પામ્યો અને તેના પછી બહાદુરશાહ પાદશાહ થયો. એ નવા પાદશાહના વખતમાં જે ગરબડ થઈ તેને લાભ લઈને દોસ્ત મહમદખાન પરાક્રમ, વિશ્વાસઘાત અને ક્રર કૃત્યોએ કરીને વધ્યો. તેણે આજુબાજુને ઠાકોરો તથા જમીનદારો પાસેથી કેટલાક પ્રાંત જીતી લીધા અને ભોપાળમાં પોતાનું થાણું કરી “નવાબ” એવો ખિતાબ ધારણ કરી રાજય કરવા માંડયું. તેના રાજ્યના વખતમાં ઘણું ખટપટ અને કાવાદાવા ચાલતા હતા તેવા વખતમાં તેણે પોતાની બુદ્ધિ અને બહાદુરીને સારી પેઠે ઝળકાવી. ઈ. સ. ૧૭૨૩માં તેનું મરણ થયું, તે વખત તેની ઉમર ૬૦ વરસની હતી. નવાબ દોસ્ત મહમદખાનના મરણ પછી ગાદીના દાવાને માટે તકરાર ઉભી થઈ. કાયદેસર શાહજાદો સુલતાન મહમદખાન અને રાખેલી સ્ત્રીના પેટથી થયેલો યાર મહમદખાન હતો. દોસ્ત મહમદના મરણ પછી સુલતાન મહમદ ગાદીએ બેઠો પણ યાર મહમદ ખાન પોતે વડો છે એમ બતાવી ગાદીને માટે દાવો કરવા લાગ્યો. ત્યાર મહમદખાનના પક્ષમાં નિજામ ઉલ મુલ્ક થયો તેની મદદથી યારમહમદ ખાન ભોપાળની ગાદીએ બેઠા અને સુલતાન મહમદખાને પોતાનો ગાદીનો દાવો છેડી દી તે બદલ તેને રાજ્યગઢનો કિલ્લો અને તેના તાબાનો મુલક મળ્યો. યારમહમદખાન નવાબ થયો પણ તે કાયદેસર નહિ હેવાથી પઠાણ સરદારોએ તેને નવાબ તરિકે માન્યો નહિ. યારમહમદ તેના બાપ દોસ્ત મહમદખાનના જેવો બહાદુર અને હિમતવાન નહોતો. તેના મરણ પછી તેને વ શાહજાદો ફેજમહમદ નવાબનો અધિકાર પામ્યો.
કેજમહમદ પણ પોતાના બાપના જેવાજ ગુણવાળો હ; તોપણ તે બન્ને વચ્ચે એક મોટો તફાવત હતો. જો કે તેનામાં બુદ્ધિ થોડી હતી તોપણ તે બીજાઓને સમજાવી કાબુમાં રાખવામાં હેશિઆર હતો. રાજકારભારમાં હિંદુઓ હતાં. નવાબ પોતે એક ધમાંધ હતો પણ ધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com