________________
(૧૩)
લાકનો રહેવાસ છે. શહેર સારી બાંધણીનું અને તે રેલવે સ્ટેશન છે. સરકારી તેમજ રેલવે સ્ટેશન ઉપર રેલવેની તાર ઓફીસ છે. પોસ્ટ ઓફીસ છે. ભોપાળ એજન્સિન પોલિટિકલ એજંટ સાહેબનું સદર સ્ટેશન ભોપાળ છે. શહેરની પાસે એક મોટું અને સુંદર તળાવ છે. સિવાય મોટાં શહેર-ઈસલામ નગર, અટે, સહોર રાયસિન, અને જામગઢ વગેરે છે.–રેલવે ભોપાળ શહેરથી દક્ષિણ તરફ જી. આઈ. પી નામની મોટી રેલવે લાઈનના ઈતરસી સ્ટેશન સુધી ૫૭ માઈલની રેલવે લાઇન છે જે લાઈનનો ૪૬ માઈલ જેટલો ભાગ ભોપાળના મુલકમાં છે. એ ૪૬ માઇલની લાઈન ભોપાળનાં બેગમ સાહેબે બાંધી છે. જેનો ખરચ ૫૦ લાખ રૂપી આ થયો છે. એ લાઇન તા. ૧૮મી નવેંબર સને ૧૮૮૪ના રોજ ખુલ્લી મુકવામાં આવી છે. અને તેનું નામ “ભોપાળ
ટેટ રેલવે” એવું આપવામાં આવ્યું છે. દત્તકની સનદ–ભોપાળના રાજ્યને માટે જે પછાડી વારસ ન હોય તે વગર નજરાણું આપે મુસલમાની સરે પ્રમાણે દત્તક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળી છે. તેમજ કેસહિંદ તરફથી ઈંગ્લીશ શહેસાહી વાવટ પણ મળ્યો છે-યુદ્ધ સામગ્રી-આ રાજ્યના લશ્કરમાં ૨૨૦૦ પેદળ, ૯૪ વાર ૧૪ લડાઈની અને ૪૩ બીજી તપ અને ર૮ ગેલંદાજ (તોપ ફોડનારા) છે. ૬૦૦ ઘોડેસ્વાર અને ૪૦૦ પાયદળનું લશ્કર જે ભોપાળ પલટણ એ નામથી ઓળખાય છે તેના ખર્ચને માટે નવાબ દર વરસે ૨ ૨૦૦૦૦૦ અંગ્રેજ સરકારને આપે છે અને સહોર હાઈકુલના ખરચને માટે રૂ૫૦૦૦) આપે છે. આ સિવાય રાજ્યના રસ્તા સુધારવાને અને નવા બાંધવાને માટે રૂ.૧૨૦૦૦ની રકમ આપવી પડતી તે ઇ. સ. ૧૮૩૩ થી બંધ થઈ એવી સરતે કે બેગમ થએલા રસ્તા સુધારશે અને નવા બાંધવામાં જોઈતો ખરચ કરશે. ઈ. સ. ૧૮૭૫માં ભોપાળના દરબાર તરફથી રસ્તાને માટે રૂ.૨૧૦૦ દર વરસે આપવા એ ઠરાવ થયો. વળી બેગમ સાહેબે ૨૧૦૦૦૦૦ બક્ષિસ આપ્યા અને કુડસી આ બેગમ દર વરસે રૂ.૨૫૦૦૦ આપવા કબુલ કર્યું.
ઈતિહાસ-ભોપાળના રાજ્યની સ્થાપના દોસ્ત મહમદખાન નામના પુરૂષે ઈ. સ. ના અઢારમા સૈકાની શરૂઆતમાં કીધી, એ દોસ્તમામદ
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com