________________
(૧૦૭). આખો દેશ ખળભળી ઉઠત. તમામ નાના ઠાકોર તેમના સામું જોઈ રહ્યા હતા અને ઠેઠ ગુજરાતની સરહદ સુધી તેમની વર્તણુકની અસર જણાઈ આવત. આ વાત એટલે બધે ઠેકાણેથી આવેલી છે કે એ વિષે કંઈ સંદેહ રહેતો નથી માટે હું વિનંતી કરું છું કે તમારે હેલકરની વિરૂદ્ધ કંઈપણ વહેમાવું નહિ કારણ કે માળવા અને ગુજરાતમાં પણ શાન્તી રહી છે. તેને માટે આપણે તેમના આભારી છીએ. •
ઉપર પ્રમાણે અભિપ્રાય હતા પણ વડી સરકારમાં હલકર વિષે જે વહેમ ભરાયો હતો તે નીકળી શકે નહિ. સરકારે તેમને જી. સી. એસ. આઈને બેતાબ આપ્યો તથા “કાઉન્સીલર ઓફ ધી એમ્પાયર” બનાવ્યા હતા. પરંતુ દેશી રાજ્યની ગણના પ્રમાણે મોટામાં મોટું માન કે જે મુલકની બક્ષી–તે સિંધઆ સરકારને આપવામાં આવેલી ને છેલકર સરકારને મળી નહિ. વખતેવખત તેઓ આ વાત બ્રિટિશ સરકારને જણાવતા હતા પણ કંઈ મળ્યું નહિ. ઈ. સ. ૧૮૬૨માં તેમને દત્તક લેવાની સનંદ મળી.
ઈ. સ. ૧૮૬૫માં રેલવે માટે જે જમીન આપવામાં આવી તે બધી જમીન ઉપર પોતે રાજ્યહક રાખી દેવાની ફોજદારી હકુમત સાથે મફત આપી એટલું જ નહિ, પરંતુ સાડાચાર ટકાના વ્યાજે એક કરોડ રૂપીઆ હલકર સ્ટેટ રેલવે બાંધવા સારૂ ૧૦૧ વરસની મુદતે બ્રિટિશ સરકારને ધી. એ રૂપીઆ મહારાજા તુકાજીરાવ હલકર, તેમના વારસ અને તેમની પછી ગાદીએ બેસનારના નામ ઉપર રહે એમ કર્યું . સ. ૧૮૬૫માં પોતાના રાજ્યની જમીનનો દર બાંધવા ઠરાવ , આ ઠરાવનું એક લક્ષણ એ હતું કે જમીનના કબજા ભોગવટાનો ખેડુતને વંશ પરંપરાને હક નહિ અને તે વિશે સરકારની મરજી પ્રમાણે વ્યવસ્થા કરવાનો હક એમ ગણવામાં આવ્યું હતું. આ વોરણ પ્રમાણે જે વિઘોટી ઠરાવવામાં આવી તે ઘણી ભારે હતી. ઈ. સ. ૧૮૬૧ની સાલમાં હિંદુસ્થાનની સરકારે હોલકર સરકારને જે જમીન આપી હતી અને જેની વાર્ષિક ઉપજ રૂ.૨૮૦૦૦ આવતી હતી તે નવી વિઘોટીમાં વધીને ૩૧૦૦૦૦૦ (એક લાખ) કરી હતી. આ પ્રમાણે વિઘોટી વધારી તેના વ્યાજબીપણુ વિષે જનરલ ડાલી સાહેબે તુકારાવ હલકરને પુછયું ત્યારે તેમણે જવાબ આપ્યો કે–આવી વિઘોટી વિરૂદ્ધ લોકમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com