________________
(૧૫)
ખજાના ઉપરના દરેક હુકમમાં તેમની સહી જોઈએ એમ ઠર્યું. આથી રાજ્યના અધિકારીઓ ઉપર ખરચ ખુટણ કરવામાં બરાબર દાબ રહ્યો. આ બેઠવણ તે વખતના ગવર્નર જનરલ લંડ હાર્ડીગને જાણવામાં આવ્યાથી તે ઘણે ખુશી થયો અને તે બાબત એક પત્ર ખુદ મહારાજા ઉપર તથા બીજે પત્ર રાજમાતાને લખી પોતાને સંતોષ જણાવ્યો.
પોતે સારી કેળવણી પામ્યા અને સને ૧૮૫૧–પરમાં દેશાટન માટે ઉત્તર હિંદુસ્થાનમાં મહારાજાએ મુસાફરી કીધી. આગ્રા, દિલ્હી, હરદાર, રક અને જયપુર વગેરે શહેરની ભેટ લીધી. આ મુસાફરી કરી પોતે પાછા આવ્યા એટલે ગવર્નર જનરલે તેમને તેમના રાજ્યનો વહિવટ સોંપી દેવા માટે વિચાર કર્યો, તથા તે વહિવટ સેંપવા માટે ત્યાંના રેસિડેન્ટ સર રોબર્ટ હેમિલ્ટન ઉપર હુકમ કર્યો. આ વખત મહારાજાની ઉમર ૧૮ વરસની થઈ હતી. તા. ૮મી માર્ચ સને ૧૮પરના રોજ રેસિડેન્ટ સાહેબે એક મોટો દરબાર ભર્યા. આ દરબારમાં ઘણા ઠાકોરો અને જમીનદારો ભેગા થયા હતા. તે બધાની વચ્ચે મહારાજાને ગવનર જનરલ તરફથી આવેલો પત્ર વાંચી બતાવીને મહારાજાને આપે. એ પત્ર આપ્યા પછી રેસીડેન્ટ સાહેબે ભાષણ કર્યું કે-“જે મિટ રાજ્યની ગાદી ઉપર આપને બેસાડવામાં આવ્યા છે તે રાજ્યનો વહિવટ કરવા અને તેનું જોખમ ઉપાડી લેવા ગવર્નર જનરલ સાહેબે આપને લાયક ગયા છે, જેને માટે હું ઘણે ખુશી થાઉ છું. અને ઉમેદ ધરાવું છું કે આજ સુધી આપના માટે જે સારા વિચાર બંધાએલા છે તે હમેશાં કાયમ રખાવશે” ઈ. સ. ૧૮૫૩માં મહારાજા હેલકર સરકારે બીજી મુસાફરી કીધી જેમાં મુંબાઈ, પુના, અને દક્ષિણનાં ઘણાં શહેશે જયાં.
ઈ. સ. ૧૮૫૭માં જે મોટો બળવો થશે તેની અસર હેલકર સરકારના મુલકમાં પણ થઈ હતી. આ વખત હેલકરનું લશ્કર તેમના મુલકમાં વિખરાએલું હતું. તેમને સરસામાન, હથિ આર વગેરે જેવાં જોઈએ તેવાં નહેતાં. દારૂગોળે છેક ખુટી ગયો હતો. આ વખત ઇ૨માં રહેનરી રાંડ રેસિડેન્ટ હતો. તેને અને મહારાજાને કંઈક કારણ માટે અણબનાવ ચાલતો હતો. મહારાજાએ જોઇતી ચીજોને પૂરી પાડ
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com