________________
(૧૪) ઈ. સ. ૧૮૩૫ માં રીવાજી ફાંસીઆએ પોતાની જ છોડી અને ત્યાંથી પોતે નાશી ગયો. તેની પછી સીક્રમ માનાય નામના સખસને મહારાજાએ દિવાન નીમ્યો. આ વખતે રાજ્યમાં એટલો બધો ગડબડાટ ચાલતો હતો કે અંગ્રેજ સરકારને વચ્ચે પડવાની જરૂર પડી. અંગ્રેજ સરકારે મહારાજાને સખત તાકીદ કરી કે જે અમુક વખત માં રાજ્યમાં સુધારે કરવામાં નહિ આવે તે રાજ્ય ઉપર જતી મુકવામાં આવશે. આવી બીકને લીધે મહારાજાએ આબાજી બુલાખને પોતાને દિવાન બનાવ્યો આ દિવાન હિમતવાન, હોંશી આર, અને ચાલાક હતો. તેણે થોડા વખતમાં રાજ્યમાં ઘણા સુધારા કર્યો. તેણે ખરચમાં ઘટાડો કર્યો, લાંચી આ અમલદાને ખસેડ્યા અને તેમની જગોએ પ્રામાણિક અને હોંશી આર માણસની નિમણુંક કરી. તેણે વસુલાત ખાતામાં ઘણે સુધારો કર્યો. તેના વખતમાં પેદાશમાં ઘણું વધારો થશે. આથી ગવર્નર જનરલ લાડ આકડ ઘણે ખુશી થયો અને તેણે તે બાબત દિવાનને કાગળ લખી પોતાની ખુશી જણાવી.
હરીહરરાવ હલકર તા. ૨૪ મી ઓકટોબર સને ૧૮૪૩ ના રોજ • મરણ પામ્યા. તે વખતે તેમની ૪૮ વરસની ઉમર હતી. તેમના પછી તેમની રાણી હિરાબાઈએ ખડેરાવ નામના બાળકને દત્તક લઈ ગાદીએ બેસાડ્યો. ખંડેરાવ માત્ર ત્રણ માસમાં મરણ પામ્યો. તેથી ગાદીપતિ નક્કી કરવાનું કામ અંગ્રેજ સરકારના હાથમાં આવ્યું. હરિરાવની માશ્રીએ એક દુરના કુટુંબી ભાઉ હેલકર કે જે મુળ પુરૂષ મલ્હાવરાવના વંશમાંનો હતો, તેમના બાળ પુત્ર મહાવરાવને પસંદ કર્યા અને તેમને ગાદી ઉપર બેસાડવાની હિંસ્થાનની સરકારે મંજુરી આપી.
આ પુત્રને જન્મ ઈ. સ. ૧૮૩૩ માં થયો હશે તેથી આ વખતે તેમની વય ૧૦ વરસની હતી. તથા તે ખુબસુરત ચહેરાના હતા. તા. ૨૭ મી જુન સને ૧૮૪૪ ના રોજ ઇરના તે વખતના રેસિડેન્ટ સર રબર્ટ હેમિલ્ટને તેમને ગાદી ઉપર બેસાડ્યા અને તે વખતે તેમનું નામ મહાવરાવ બદલી દુકાજીરાવ હલકર એવું પાડવામાં આવ્યું. તુકાજીરાવ ની નાની ઉમર હોવાથી પ્રથમ જે રીજન્સી કાઉનસીલ નીમવામાં આવી હતી તે કાયમ રાખી. મહારાજાની બુદ્ધિ દિનપરદિન ખીલતી ચાલી. થોડા વખત પછી કાઉનસીલે કામકાજમાં તેમની સલાહ લઈ કામ કરવા માંડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com