SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ गिरनारना लेख नं. ५ સારાંશ ૮ સર્વજ્ઞને નમન, જેએ.... કલ્યાણ માટે. ઉજ્જયન્તના પર્વતપર “ સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગણુ શુદ્ધિ ૧૦ બુધવારે. --- ३५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રજાના “ શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્ધાટ અન્વયના ઠંકુર ચણ્ડપ, તેને પુત્ર ચણ્ડપ્રસાદ, તેનેા પુત્ર સામ અને તેના પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલા પુત્ર લુણગ અને માલદેવના અનુજ અને તેજપાલના જ્યેષ્ઠ બન્ધુ મહામાત્ય શ્રીવસ્તુપાલઃ તેના પુત્ર શ્રી શ્રીલલિતાદેવીની સરાવર સમાન કુખથી રાજહંસ સરખા જયતસિંહ જન્મ્યા. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયતસિંહ સ્તંભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા. સંવત ૭૭ વર્ષે શ્રીંશત્રુંજય, ઉજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થવા શ્રીમદ્દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંધના નાયકપદથી, ચૌલુકય કુળના નભમાં પ્રકાશતા સૂર્યસમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રીશારદા પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરામાં મુખ્ય ધવલક છે તેમાં મુદ્રાવ્યાપાર કરવા તેના અનુજ તેજપાલે શ્રીશત્રુંજય, અખુદાચલ વગેરે મહાતીર્થાંમાં, શ્રીમદ્, અણહિલપુર, ભૃગુપુર, સ્તમ્ભનકપુર, સ્તમ્ભતી, દર્ભવતી, ધવલ આદિ નગરામાં તથા અન્ય સ્થાનામાં કાટી નવાં ધર્મસ્થાના અંધાવ્યાં અને છાઁદ્વાર કરાવ્યાં. તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદ્ધિ તીર્થંકર શ્રીઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રીપાર્શ્વનાથદેવ, સત્યપુરના અવતાર શ્રીમહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રીસરસ્વતિની વિખ્યાત સ્મૃતિ, આ ચાર દેવ અને મે જિન— અમ્મા, અવલેાકના, શાસ્ત્ર અને પ્રથ્રુસ્રનાં ચાર શિખા પર શ્રીનેમિનાથદેવથી અલૈકારિત દેવા–અશ્વપર આરેાહણ કરેલા, પોતાના પિતામહ શ્રીસેામ અને પિતા શ્રીશારાજની એ મૂર્તિ અને ત્રણ તારણથી મંડિત શ્રીનેમિનાથદેવ, તેના પૂર્વજો, જ્યેષ્ઠ બન્ધુ, અનુજ, પુત્રા આદિની મૂર્તિઓવાળા સુખાદ્ઘાટનક સ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરતાં યાત્રાધામેાથી વિરાજિત શ્રીનેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ઉજયન્ત મહાતીર્થમાં પેાતાના અને પેાતાની પત્ની પ્રાગ્ધાટ વંશના શ્રીકાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રીમહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રીગ્માનંન્તસૂરિથી અને અમરસરનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુશ્રી વિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રીઅજિતનાથદેવ આઢિ વીસ તીર્થંકરાથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્થાંવતારનું ભવ્ય નવું મંદિર, આ સર્વ માંધ્યું. ( ક્ષેાકેા ) શ્રીજિન અધિપતિના ધર્મના અગ્રપુરૂષ આ વસ્તુપાલ શ્લાઘાનું સ્થાન કેમ ન થાય ? શારદા, સુકૃત્ય, યશ, નય અને અન્યગુણના સમૂહના જંગમ સંગમ મા પ્રકાશે છે. વિભૂતિ, વિક્રમ, વિદ્યા, વિદુગ્ધતા, વિત્ત, વિવતરણ, વિવેક આ સાત વિકારો ( નથી શરૂથતા ગુણ )સંપન્ન તે છે છતાં વિકારની અસર રહિત છે. "C “ પૃથ્વી, નાવ, અને સાગરનાં ધર્મકૃત્યા કરવા માટે સરજેલા વસ્તુપાલના આ પુત્ર અમર રહેા. “ વસ્તુપાલમાં કવિત્વ અને અન્ય આનંદ અને સુખ અમે જોઈએ છીએ. “ આરાહુણ માટે કઠિન એવા મહાર નાસી ગઈ, અને ચિન્તામણિ સ્વર્ગના પર્વતપર પવૃક્ષ ઉગ્યું, સ્વર્ગીય કામધેનુ દ્રષ્ટિ સાગરમાં છૂપાઈ ગયા. તેા પછી વસ્તુપાલના દાન સાથે www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy