SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ राजा बीरधवलना समयनो शिलालेख ભાષાન્તર કવિઓનાં મનમાં નિવાસ કરતી અને માન સરવરમાં રહેતા હંસના વાહનથી ત્યાં લઈ જવાતી સરસ્વતી દેવીને નમન કરું છું. થાન્તિમાન હોવા છતાં કેપથી રક્ત, શાન હોવા છવાં સ્મરનિગ્રડમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે, પાર્વતીને પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે. અજર (?) પરાજય કરનાર, રઘુ સમાન ચૌલુકયેથી રક્ષિત પ્રજાના સુખનું સ્થાન જ્યાં શુકલ પક્ષની અંતે પણ સુંદર રમણીઓનાં શશી સમાન મુખથી ચિરકાળ સુધી તિમિર પણ મંદ થાય છે તે અણહિલપુર પાટણ છે. આ પુર(નગર )માં પ્રાગ્વાટ અવયના મુગટમણિ સમાન ચડપ થઈ ગયો. તેને યશ કુટજ પુષ્પ જે શુદ્ધ હતું અને દાનમાં કલ્પતરૂથી અધિક હતે. 1 તેને સત્કર્મનાં ફળરૂપી તેના કુળના મહેલના સુવર્ણ દડ સમાન જેના યશને ધ્વજ સદા પ્રસરતે હતો તે ચઢપ્રસાદ નામે પુત્ર હતે. ' પદધિમાંથી પ્રગટેલો સોમ (ઈન્દુ) સજજનેને કિરણેથી આનંદ આપે છે તેમ પદધિ સમાન તે( ચડપ્રસાદ)માંથી સેમ સજજનેને આનંદ આપનાર પ્રકટ થયે. તેને જિનેશ્વરની ભક્તિપરાયણ શશ્વરાજ પુત્ર હતો. તેને શિવ ભગવાનની પત્ની અને કાર્તવીર્ય સ્વામિની માતા પાર્વતી સમાન કુમારદેવી પ્રિયતમા હતી. શશ્વરાજ અને કુમારદેવીને પ્રથમ પુત્ર લુસિંગ નામને મંત્રી હતા. તે દૈવવશાત્ યુવાવસ્થામાં મૃત્યુ પામ્યો હતો. વિદ્વાને આ ભૂણિગ મંત્રીને ગુણિજનેમાં અગ્રસ્થાને મૂક્તા. તે પિતાનાં શુદ્ધ બુદ્ધિ અને ડહાપણુથી બૃહસ્પતિની બુદ્ધિ કરતાં પણ અધિકતા વાળ હતા તેને અનુજ મંત્રીવર શ્રીમાન મલ્લીદવ જેણે મલદેવને આશ્રય લીધું હતું તે હતું તેનું મન એવું સંતુષ્ટ હતું કે તે પરસ્ત્રી અથવા પરધનથી આકર્ષાતું નહીં. ધર્મ વિધાન, અન્યની નિર્બળતા ઢાંકવામાં અને કલહસમાધાનમાં વિધાતાએ મલદેવને પ્રતિસ્પર્ધિ કદિ સર્યો ન હતો. ઘન વાદળમાંથી મુક્ત બનેલા શશિનાં કિરણને ઉદ્ધાર કરતે મલદેવને યશ પ્રબળ ગજેના દન્ડમાંથી નીકળતાં કિરણ સાથે મિત્રતા કરતો. ઈન્દ્રિયો પર વિજય મેળવનાર મલદેવના અનુજ, સારસ્વત અમૃતથી અદ્દભુત હર્ષની વૃષ્ટિ કરનાર, અને વિદ્વાનોના ભાલ પર આપદ શબ્દ ભૂંસી નાંખનાર શ્રી વસ્તુપાલને જય થાઓ. ચોલુયના સચિવ અને કવિઓમાં શ્રેષ્ઠ વસ્તુપાલ તેની કાવ્યકૃતિ માટે અથવા ધનવૃદ્ધિ માટે કદાપિ કંઈ પણ ધન સ્વીકારતા નથી કે લેતે પણ નથી. તેને અનુજ તેજપાલ જે સ્વામિના મહાન તેજ(પ્રતાપ)નું પાલન કરે છે, જેને દુષ્ટને ભય છે અને જેને યશ ચારે દિશામાં પ્રસરે છે તે મંત્રીઓમાં શ્રેષ્ઠ સ્થાને વિરાજે છે. તેજપાલ અને વિષ્ણુના સ્વરૂપનું નિરૂપણ કેણ કરી શકે? કારણ કે બન્નેનાં ઉદરની ગુફામાં અને ગુફા જેવા ઉદરમાં ત્રણ જગતની વ્યવસ્થાનું સૂત્ર છે. તેને જાલૂ, માક, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી. ખરેખર આ અશ્વરાજના ચાર પુત્ર એક જ ઉદરમાં રહેવાના લેભે પૃથ્વી પર અવતરેલા દશરથના ચાર પુત્રો જ છે. 1 x આ નામો ભૂલથી આગળ પાછળ મકાઈ ગયા લાગે છે. લેખ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy