SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ચૈત્ર પછી વિશાખનું અનુશમન થાય તેમ તેના નિજ અનુજ તેજપાલના સહગમનવાળો વસ્તુપાલ કેનું હૃદય રંજતો નથી ? કદાપિ માર્ગમાં એકલા જવું નહીં એ સમૃતિવચન ધ્યાનમાં રાખતા હોય તેમ તે બે ભાઈઓ મોહરૂપી ચેરના ભયવાળા ધર્મપંથ પર સદા સાથે ચાલે છે. યુગ જેટલા લાંબા કરવાળા તે બન્ને ભાઈઓને અનંત યશ યુગો સુધી ટકી રહે; કારણ કે તેમણે ત્રણે રૂનું પૂર્ણ કરીને આ ચોથા કલિયુગમાં પણ કૃતયુગ આયો છે. જેના યશથી ભૂમિ મંડલ મૌક્તિક સમાન શ્વેત થયું છે તે બન્ને ભાઈઓનાં શરીર સદા વ્યાધિમુક્ત રહે. આ ભાઈઓના કર સર્વ ચીજ ઉત્પન્ન કરનાર અને તૈયાર કરનાર હવા છતાં તે (કર)માં એકકે વામ (ખરાબ-ડાબે) હતો નહીં, પણ નિત્ય અને દક્ષિણ હતા. - ધર્મસ્થાનેથી પૃથ્વી સર્વત્ર અંકિત કરીને આ ભાઈ એ કલિયુગને કંઠ તેમના ચરણું નીચે દબાવ્યું છે. ચૌલુક્ય વીરેના વંશમાં, શાખાઓનો વિશેષક તેજસ્વી શ્રી અરાજ જપે. તેના પછી તરત જ જેને પ્રતાપ ઠકેલ ન હતું તે, અખિલ ભૂમિમાં સત્તા ચલાવનાર, શત્રુને સંહાર કરનાર, લવણાધિમાંથી ઘણે દૂર બહાર પ્રસરેલાં ગંગા નદીનાં જળથી શુભ્ર બનેલાં શંખ સમાન શુભ્ર યશવાળો શ્રીલવણપ્રસાદ આવ્યો. - દશરથ અને કકુસ્થની પ્રતિમા જેવા લવણુપ્રસાદને વિરધવલ નામનો શત્રુના દળને હણુના પુત્ર હતું. તેના યશના પૂરના પ્રવાહમાં રતિક્રીડાથી શિથિલ બનેલા મનવાળી અસાવી ઓની અભિસરણકળાની કુશલતા ભગ્ન થતી. - ચૌલુકય વશમાં જન્મેલો સુકૃત્ય કરનાર વિરધવલ તેના બે સચિવ(વસ્તુપાલ અને તેજપાલ) ની નિન્દા કરતા નિન્દાખેરેને સાંભળતે નહીં. આ બે સચિવએ પિતાના મૃ૫નું રાજ્ય અતિઅભ્યદયથી અને અનેક અ અને ગજો રાજ મહેલના આંગણામાં બાંધી ઘણું શોભાવ્યું. બને જાનુપર્વતિ (ઘુંટણુ પર્યત લટકતા તેના ચરણમાં બેસતા ) અને બે ભુજરૂપી સચિથી વિરધવલ નૃપ સુખેથી લહમીને ભેટે છે. આબુ પર્વતનું વર્ણન-પાર્વતીના સ્વામિના શ્વસુરથી ઉદભવેલ અબુદગિરિ પર્વતના મંડળમાં શ્રેષ્ઠ છે. શિવ ભગવાનને આ સાળે, શિખર પર વાદળાંની જટાથી સ્વર્ગીય ગંગાને ધારનાર શિવ ભગવાનનું અનુકરણ કરે છે. અહીં કોઈ સ્થળે લલનાઓને વિહાર કરતી જોઈને મોક્ષની આકાંક્ષાવાળા જનને પણ ચિત્તમાં કામ પ્રવેશ કરે છે, જ્યારે અન્ય સ્થળે તેથી ઉલટું સુનિઓનાં આશ્રય લેવાતાં તીર્થ સ્થાનના માર્ગ જોઈ ચંચલ મનના મનુષ્યને પણ જગતથી વિરક્તિ થઈ જાય છે. પરમારાનું વર્ણન –કલ્યાણદાતા શ્રેષ્ઠ મહાન શ્રી વસિષ્ઠના હોમના કુંડમાંથી માર્તડથી અધિક જાતિવાળો પુરૂષ પ્રકટો. અને તેને શત્રુસંહારમાં રસ લેનાર જઈ તેને વેદના આધાર વસિષ્ઠ મુનિએ પરમાર કહ્યો. તે સમયથી તેનું કુળ તે નામથી બેલાતું. પરમાર વંશમાં પ્રથમ નૃપ શ્રીમાન ધમરાજ પૃથ્વી ઉપર ઈન્દ્રસમાન હતું. કારણ કે તેણે ભૂમિભૂત(પર્વત અને નૃપે)ને પક્ષ(પાંખ અને મિત્રો)ના છેદનથી વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. મરાજને ધન્ધક, ધવ ભટ, આદિ અરિની ગજસેનાને પરાજય કરનાર પુત્ર હતા. તેમના કુળમાં કામદેવથી અધિક રૂપવાન અને જગતના હર્ષ સમાન રામદેવ જન્મ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy