________________
ન ર૪૧ . મારવાડના ચાહમાનના લેખો –. ૧૯
વિ. સં. ૧૨૨૧, ૧૨૪૨, ૧૨૫૬, અને ૧૨૬૮. જોધપુર સ્ટેટમાંના જાહેર પરગણાના તેજ નામના મુખ્ય શહેરમાં અત્યારે તેપખાના તરીકે વપરાતી મસીદના બીજા માળના મિહરાબ ઉપરની બારશાખમાં આ લેખ કેતરો છે. આ મસીદ જૈનમંદિરના પત્થરમાંથી બાંધવામાં આવી છે. લેખની છ પંક્તિ છે અને તે પુ. ૨-૮ ઈ. પહોળા અને પ૩ ઇંચ ઉંચા પથરમાં કતરેલ છે. લિપિ નાગરી છે, ભાષા સંસકૃત છે અને આ લેખ ગદ્યમાં છે. અને પ બને માટે જ વાપરેલ છે અને પછીને જ બેવડે લખેલ છે.
લેખમાં ચાર હકીકત આપેલી છે પણ તે બધી એક જ મદિર સંબંખી છે. પહેલા ભાગમાં વિ. સં. ૧૧ર૧ માં અમુક મંદિર બંધાવીને સાચી વિધિ પ્રસાવવા માટે જૈન ધર્મના દેવાચાર્યને આપ્યાની હકીક્ત છે. દેવળનું નામ કુવરવિહાર હતું અને તેમાં મૂળ બિંબ પાર્શ્વનાથનું હતું, જાબાલીપુર એટલે જાલેર તાબાના કાંચનગિરિ કિલ્લા ઉપર રહેતા પ્રભુ હેમસૂરિએ બે માયા ઉપરથી ગુજરધરાના ઉપરી પરમ આહંત મહારાજાધિરાજ કુમારપાલે તે મંદિર બંધાવ્યાનું લખ્યું છે. આ ઉપરથી એમ સમજાય છે કે તે મંદિર બંધાવનાર સોલંકી રાજ કુમારપાલ ઉપરથી તેનું નામ કુવરવિહાર પાડવામાં આવેલ છે.
બીજા વિભાગમાં લખ્યું છે કે આ પ્રદેશ એટલે દક્ષિણ મારવાડના રાજા ચાહમાન વંશના માણષણરૂપ મહારાજ સમરસિહદેવના હુકમથી ભંડારિ પાસના પુત્ર ભંડાડિ યશવીરે વિ. સં. ૧૨૪ર માં તેને (મંદિર) જીર્ણોદ્ધાર કર્યો.
ત્રીજા વિભાગમાં લખ્યું છે કે વિ. સં. ૧૨૫૬ ના જેઠ સુ. ૧૧ ને દિવસે રાજકુલના હુકમથી શ્રી દેવાચાર્યના શિષ્ય પૂર્ણ દેવાચાર્યે પાર્શ્વનાથ દેવના તેરણ, વગેરેની પ્રતિષ્ઠા કરી તેમ જ કનકમય ધ્વજાદંડ ઉપર વારેપણ કર્યું.
ચોથા વિભાગમાં એમ લખ્યું છે કે સં. ૧૨૬૮ મા વર્ષમાં તત્સવને દિવસે નવા નાટકીય પયોગ માટેના મંડપમાં શ્રી પૂર્ણદેવસૂરિના શિષ્ય શ્રી રામચંદ્ર આચાર્યે સુવર્ણમય કળશાપણની વિધિ કરી.
૧ એક ઇ. જે. ૧૧ ૫, ૫૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com