SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨૩૮ મ માળવાના પરમાર ભાજના સમયનાં તિલકવાડાનાં તામ્રપત્રા વિ. સં. ૧૧૦૩ કરજણમાં વહીવટદાર તરીકે કામ કરતા મી. એલ. ડી. કારડે. ખી. એ.ના ભાઈ સી. આર. ડી. કારડ જે તિલકવાડામાં આખકારી ડીપેા અમલદાર હતા તેની મારફત મને આ લેખની માહિતી મળી. ધેાખી શાળા પાસે નાના એવારા નામે ઓળખાતી જગ્યાએ નર્મદાના વટમાં વિલકવાડા ગામમાં મે. ૧૯૧૭ ની સાલમાં આ લેખ મન્યેા હતેા. ઢાંક જાતનેા ભઈલા નાથા જ્યારે નદીમાં તરતા હતા અને ડુબકી મારતા હતા ત્યારે તેને મળ્યા હતા. પતરાં એ છે અને પહેલું ૮×પ”ના માપનું અને ખીજું ×પ”ના માપનું છે. પતરાંની શરૂવાતના ભાગમાંનું પતરૂં (પહેલું) ગુમ થયું છે અને આસપાસ શેષ કર્યાં છતાં મળ્યું નહીં. પહેલા પતરાંની ખન્ને માજી લેખ છે અને બીજા પતરાંની એક જ માજી લેખ છે; કારણ ત્યાં તેના અંત આવે છે. ગુમ થયેલા ભાગની ખન્ને બાજુ લેખ હતા કે એક બાજુ તે કહી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે અને પાઠ ક્યાંઈ શંકિત નથી. પહેલા પતરાંની પહેલી માનુએ ૧૨ લીંટી કાતરેલી છે અને બીજી ખાજુએ દશ પક્તિ છે. ખીજા પતરાંમાં સાત પુક્તિ છે. પતરાંના ઉપરના ભાગમાં કડી માટે કાણું છે. કડી અને સીલ ( જો હાય તેા ) ખન્ને ગુમ થયાં છે અને તેથી જ પડેલું પતરૂં પણ ગુમ થયું હશે. અને પતરાંના તાલ ૨ રતલ છે. અક્ષરા સ્પષ્ટ રીતે કાતરેલા છે અને તેનું કદ ” છે. લિપિ દશમી સદીની નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. આખા લેખ પદ્યમાં છે. વ્યાકરણના કેટલાક દોષા નેાંધ લેવા જેવા છે. શ ને બદલે રૂ અને હ્ર ને બદલે શ ના ઉપયેગ ઘણે ઠેકાણે થયે છે. લેખ વિ. સં. ૧૧૦૩( ઇ. સ. ૧૦૪૭)ના છે. રાજા ભાજના ખંડિયા રાજા સુરાદ્ઘિત્યના પુત્ર શ્રી જશેારાજે ઘટાપલ્લી ગામના શ્રી ઘણ્ડેશ્વર મહાદેવના ઉપયેગ માટે વિલ્હેજ ગામ અને સે। એકર જમીન દાનમાં આપ્યા સંબંધીના લેખ છે. મના અને નર્મદાના સંગમ ઉપર આવેલા મનેશ્વરના મંદિરમાં દાન અપાયું હતું. દાન લેનાર પવિત્ર સાધુ નામે દિનકર હતા, અને રાજાના હુકમથી લેખ વાલ કુદ્રુમ્બના ઐવલના દીકરા કાયસ્થ સાહિકે કાતર્યાં હતા. ભાજના પૂર્વજોની સ્તુતિ પહેલા પતરાંમાં ગુમ થઈ છે. ભેાજના પૂર્વજ સિન્ધુરાજના વર્ણનથી ખીજા પતરાંની શરૂવાત થાય છે. દાન દેનારના પિતા સુરાદિત્ય કનાજમાંથી આવ્યે હતા. અને તેણે શાહવાહન વિગેરે દુશ્મનાને હરાવવામાં ભેાજને મદદ કરી હતી. આ ભાજ તે માળવાના પરમાર રાજા ભાજ હતા તેમાં શંકા નથી, વિન્સેન્ટ સ્મીથ અનુસાર ભાજ રાજાએ ઈ. સ. ૧૦૧૮થી ૧૦૬૦ સુધી રાજ્ય કર્યું હતું. ખીજા લેખકેાના અભિપ્રાય પણ લગભગ મળતા આવે છે. એલ. ડી. ખારનેંટે ઇ. સ. ૧૦૧૦ ની સાલમાં લેાજ ગાદીએ આવ્યા, એમ લખ્યું છે. મીન લેાજનું રાજ ઈ. સ. ૯૦૮થી ૯૧૦ ત્રણ વર્ષનું જ હતું, અને તેને લેખની સાલ સાથે ૧૪૦ વષઁના તફાવત રહે છે. ૧ માસીડીંગ્સ એરીયેન્ટલ કાન્સ, પુના પા, ૭૧૯ જે, એસ. કુડાલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy