________________
२३०
गुजरातना ऐतिहासिक लेख માં મૂકી શકાય. ભવના બાપનું નામ છૂટ હતું, જે ધ્રુવભટનું ટૂંકું રૂપ છે. વલભી મહારાજાધિરાજ શિલાદિત્ય સાતમાએ તે જ શૂટ શબ્દને ઉપયોગ કર્યો છે. તેનાં અલીણાનાં પતરાં ૬. સ. ૪૭ એટલે ઈ. સ. ૭૬૬ ની સાલનાં છે.' ભત્વ બીજા શિલાદિત્ય સાતમાનો તેમજ શિલાદિત્ય છઠ્ઠાને સમકાલીન હતો. બે જુદાં જુદાં સમકાલીન કુંટુમ્બમાં એક જ નામ બને રાજાઓ માટે વપરાય તે આકસ્મિક હોઈ શકે નહીં. તે બને કુટુમ્બ વચ્ચે કાંઈક સંબંધ હો જોઈએ અને એમ કલ્પી શકાય કે ભવ બીજાની બેન શિલાદિત્ય છઠ્ઠા વેરે પરણાવી હતી જેથી શિલાદિત્ય સાતમાએ પિતાના મોસાળનું નામ વાપર્યું હોય.
ભવઠ્ઠ ભાયાત અગર ખંડિયે રાજા હતું અને જે વંશના તાબામાં હતું તે સંબંધી અટકળ થઈ શકે તેમ છે. પ. ૩૪ માં લખ્યું છે કે આ હાંસોટનાં પતરાં રાજ નાગાવલોકના રાજ્યમાં અને સ. ૮૧૩ માં લખાયાં હતાં અને દાન આપ્યાને દિવસે સૂર્યગ્રહણ હતું (પં. ૧૪ અને ૧૯). આ સાલ વિક્રમ સંવતની હવા સંબંધી કાંઈ શંકા નથી અને તેથી તે ઈ. સ. ૭૫૬ના ઓકટોબરની ૨૮ મી સાથે મળતી આવે છે.
નાગાવલેક સંબંધી ચોક્કસ માહિતી પ્રથમ મળી શકી નહોતી. પ્રો. કીને ધાર્યું હતું કે વિગ્રહરાજના લેખમાં શ્લો. ૧૩ માં લખેલે નાગાવલોક આ હશે. નાગાવલોકના રાજ્યમાં ચાહમાન ગુવક ૧ લે પ્રસિદ્ધિમાં આવ્યું હતું. પોતાના ઉત્તર હિન્દના લેખના લિસ્ટમાં છે. કીર્ને સૂચવ્યું હતું કે આ નાગાવલોક તે કદાચ પ્રતિહાર નાગભટ્ટ હાય પણ પાછળથી આ અભિપ્રાય ફેરવ્યો અને માલુમ પડયું કે રાષ્ટ્રટ રાજાઓ અવલેક છેડે આવે એવાં નામ બિરૂદ તરીકે વાપરતા હતા. મી. ભાંડારકર પણ પ્રથમ નાગાવલોકને રાષ્ટ્રકૂટ માનતા, પણ પાછળથી તેમણે એ અભિપ્રાય ફેરવ્યે હતે.
હકીક્ત બારીકીથી તપાસીએ તે માલુમ પડશે કે આ પતરાને નાગવલેક તે હર્ષના લેખમાંને નાગાવલેક હોઈ શકે નહીં. તે લેખની અને વિગ્રહરાજના રાજ્યની સાલ ઈ. સ. ૯૭૩ ની છે. નાગાવલનો સમકાલીન ગુવક વિગ્રહરાજથી છઠ્ઠી પેઢીએ હતું અને તેથી તેની સાલ ઈ. સ. ૮૨૦ હેવી જોઈએ. પરબલના પથારીતંભના ઈ. સ. ૮૬૧ માર્ચ ૨૧ ના લેખમાં પણ આ નાગાવલોકનું નામ છે. પરબલના પિતા રાષ્ટ્રકૂટ કરાજે નાગાવલોકન હરાવ્યું હતું (શ્લેક ૧૪) તેને સમય ૮૩૦ ઈ. સ. ને હવે જોઈએ. આ બન્ને લેખમાં નાગાવલોકનું વર્ણન છે તે ઉપરથી અટકળ થઈ શકે કે એ મોટે રાજા હા જોઈએ અને પ્રો. ભાંડારકરની છેવટની માન્યતા અનુસાર તે પ્રતિહાર વંશને નાગભટ્ટ હવે જોઈએ. આપણે જાણીએ છઈએ કે તેણે કનૌજના ચકાયુધને હરાવીને પ્રતિહાર વંશની સ્થાપના કરી અને તે વિશે ઉત્તર હિન્દીમાં લગભગ બે સદી સુધી રાજ્ય કર્યું. મી. ભાંડારકરે બતાવ્યું છે કે° આ પ્રતિહાર નાગભટ તે વિ. સ. ૮૭૨૩૮૧૫ ઈ. સ. ના બુચકલાના લેખમાં આવે છે તે પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર નાગભટ્ટ જ હોવો જોઈએ. નાગભટ્ટ મહારાજાધિરાજ પરમેશ્વર વત્સરાજને પુત્ર હતું અને આ વત્સરાજ જૈનગ્રંથ હરિવંશપુરાણના અંતમાં વર્ણવે છે તે જ હે જોઈએ. આ શ્લેકમાં લખ્યું છે તે પ્રમાણે વસ શક ૭૦૫ ઈ. સ. ૭૮૩ માં રાજ્ય કરતા હતા અને તે વખતે કનેજ ઉપર ઈદ્રાયુધ રાજય કરતા હતા. તેને ધર્મપાલે હરાવ્યે હેતે અને કનોજનું રાજ ચકાયુધને આપ્યું હતું. હાંસેટનાં પતરાં ઈ. સ. ૭૫૬ નાં છે અને ભવને મુખી રાજા નાગવલેક તે વત્સરાજને પુત્ર પ્રતિહાર નાગભટ્ટ હોઈ શકે નહીં. પણ તે
૧ ગુપ્ત લેખ પા. ૧૭૧. ૨ એ. ઈ. વિ. ૯ પા. ૨૫ ન. ૪. ૩ એ. ઈ. . ૯ ૫, ૬૨ અને ૨૫ ૪ એ. ઈ. વો. ૨ ૫. ૧૧૬ સુધારા માટે જુઓ વો. ૯ પા. ૬૨ નો. ૧. ૫ એ. ઈ. વ. ૮ વધારે. ૧ એ. ઈ. કે. ૯ ૫, ૬૨ નો. ૧, ૭ એ. ઈ. વિ. ૯ પા. ૨૫ ને. ૨. ૮ ઇ. એ. વો. ૪૦ ૫. ૨૩૯. ૯ એ, ઈ.વો. ૯ પા. ૨૪૮ ૧૦ એ. ઈ.વો. ૯ પા. ૧૯૯, ૧૧ બેબે ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૨ પા. ૧૯૭, ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com