________________
i૦ ૨૨૩ અ આબુપર્વત ઉપર વિમલવસહિમાંના
સારંગદેવને શિલાલેખ
વિ. સં. ૧૩૫૦ માળ સુ. ૧ આબુ પર્વત ઉપર વિમલ વસહિના મન્દિરની એક દિવાલમાં ચોટાડેલી શિલા ઉપર મા લેખ છે. લેખવાળા ભાગ ૨ ફટ લાંબો અને ૧ કટ ૨૩ ઇંચ ઉંચામાં છે. કલ ચોવીસ પતિ છે અને સુરક્ષિત સ્થિતિમાં છે. ભાષા સંસ્કૃત છે, પણ કેટલાક સ્થાનિક વપરાશમાં આવતા શબ્દો વપરાએલા છે અને તેનો અર્થ બરાબર સમજી શકાતું નથી. લેખક તેમ જ કાતરનાર બેદરકાર હોવા જોઇએ. કારણ કે લખાણમાં ઘણી ભૂલે છે. છેવટમાં ૫૦ ૧૮-૨૦ સુધીમાંના શાપાત્મક શ્લોકો સિવાય બાકીનો બધો ભાગ ગદ્યમાં છે. ૩ અને ૪ એકબીજાને બદલે વપરાય છે. થોડી જગ્યાએ પછીનો વ્યંજન બેવડો લખ્યો છે. હું ઉપરને ગળાકાર તેના પ્રાચીન સ્વરૂપની માફક જમણી બાજુ વળે છે. આને લીધે રા હાલના રા જેવું લાગે છે. ૩ અને ૪ વચ્ચે લદ માલુમ પડતા નથી.
લેખની શરૂવાતમાં વિ. સં. ૧૩૫ માઘ સુદિ ૧ વાર મંગળની તિથિ આપેલી છે અને વાઘેલા રાજ સારંગદેવનો ઉલ્લેખ છે. તેને કેટલાંક બિરૂદો લગાડેલાં છે, જેમાંના એક ઉપરથી સમજાય છે કે તેને માલવાના રાજ સાથે લડાઈ થઈહતી અને તેમાં તે જિત્યા હતા. તેની માલવાની. જિત બાબત તેના ઘણા લેખોમાં લખેલું છે. આ લેખમાં તેમ અભિનવ સિદ્ધરાજ તરીકે વર્ણપે છે, જે ઈલ્કાબ તેના બીજા કોઈ પણ લેખમાં નથી. ૫. ત્રીજમાં સારંગદેવના મુખ્ય મંત્રી વાયનું નામ આપ્યું છે. • અઢારસે ગામના પ્રાંત ઉપર સારંગધરના સૂબા તરીકે રાજ કરતા મહારાજલ શ્રી વિસલદેવનું નામ આપ્યું છે. ત્યારબાદ તિથિ આપીને વિસલદેવ આપેલા દાનની વિગત છે. હેમચન્દ્ર અને બીજા મહાજનની વિનંતિ ઉપરથી વિસલદેવે ફરમાન કાઢયું કે અબુ ઉપરના વિમલવસહિ અને તેજપાલવમહિના મન્દિરના નિભાવ માટે અને કલ્યાણકના મેળા માટે કેટલાક વેપારીઓએ અમુક દ્રશ્ન આપવા. આખુ અને ચન્દ્રાવતીના શેહરીઓને આ કરમાન લાગુ પડતું હતું. રાજના અધિકારીઓએ યાત્રાળ પાસેથી કાંઈ પણ કર લેવા નહીં. ગ્રતા અગર ઉતરતા યાત્રાળની કાંઈ પણ ચીજ ખાવાય તો તેને માટે આબુના ઠાકુરાએ નુકશાની આપવી. આ ફરમાન રાજાના વંશજોએ અને બીજા તે જગ્યાએ રાજ કરનાર રાજાઓએ પાળવાનું છે. પછી ચાલુ શાપાત્મક લેાકો છે. દાન જયંતસિંહના પુત્ર પારિખ પિથાકે લખ્યું હતું. છેલ્લી બે પંક્તિમાં સાક્ષી તરીકે અચલેશ્વર, વસિષ્ઠ અને અંબાજીનાં મંદિરોના પ્રતિનિધિઓ અને ગામના બીજા પ્રતિષ્ઠિત ગૃહસ્થોનાં નામ આપેલાં છે. ડાબી બાજુના ખૂણામાં ક્યારનું ચિત્ર છે.
ચંદ્રાવતીનો મંડલેશ્વર વિસલદેવ ગુજરાતના ચાલકય વંશના વંશજ હશે. ચંદ્રાવતીના પરમાર વશને છેલે રાજા પ્રતાપસિંહ હતો. તેના વિ. સં. ૧૩૪૪ ને લેખ સિરોહી રાજ્યમાં ગિરવાડમાંના પાટનારાયણના મન્દિરમાં" છે અને ભાડદેવના પુત્ર વિસલદેવના તાબેદાર તરીકે રાજ્ય કરતા તેને વર્ણવ્યું છે. આ વિસલદેવ ચાલુક્ય વંશને હાઈને પરમાર વંશને નાશ કરી
ત્યાં ચાલુયના ખંડિયા તરીકે રાજ્ય કરતા હશે. તે જ રાજના વરમાણ ગામમાં વિ. સં. ૧૩૫૬ ના લેખમાં મહારાજકલ વિકમસિંહનું નામ છે. તે આ વિસલદેવને અનુયાયી કદાચ હાય,
લેખની તિથિ બરોબર ઈ. સ. ૧૨૯૩ ના ડીસેમ્બરની ૩૦ તારીખ અને બુધવાર આવે છે. પણ આ લેખમાં વાર મંગળ આપેલ છે.
૧ પુના ઓરિએન્ટલીસ્ટ વ. ૩ નં. ૨ પા. ૧૯ જીલાઈ ૧૯૩૮ ડી. બી. સિલર, ૨ જીઓ એશિયાટિક રાસચંઝ , ૧૧ પા. ૩૧, ૩ વિસલદેવને આ ઈલકાબ બે વખત લગાડેલ(ઈ. એ. વ. ૬૫, ૨૦) અને વા ! ૫.૧૦૨ જયંતસિહ સહિત માટે ઈ, એ, , ૬ ૫. ૧૯૭. ૪ કૌટિલ્યન અર્થે શાસ્ત્રમાં આ પ્રમાણે ચારાએલા માલના બદલામાં નુકશાની આપવાનું લખ્યું છે તે સરખાવે. ૫ ઈ. એ. વ. ૪૫ ૫, ૭૭. ૬ રા. બ. ગૌરીચર ઓઝા કત સિરાહીને ઈતિહાસ ૫, ૧૫૫.
લેખ ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com