________________
ન૦ ૨૧૫ અ વીસલદેવને પોરબંદરનો શિલાલેખ
વિ. સં. ૧૩૧૫ ભા. સુ, ૫ કાઠિયાવાડમાં પોરબંદર શહેરમાં મીઠી માંડવીમાં કોઈની દુકાન પાસે પડેલી પાતળી શિલામાં કોતરેલો છે. ત્યાં એ શિલા ઘણું વખતથી પડેલી છે અને ક્યાંથી મળી આવી તે જાણવામાં નથી. લેખવિભાગ ૧ ફુટ ૬ ઇંચ લાંબો અને ૧ પુટ ર૩ ઇંચ પહોળો છે. તે બહુ જ ઘસાઈ ગયા છે, અને ગમે તેટલા શ્રમથી પણ આખે વાંચી શકાય તેમ નથી. લેખની ઉપરના ભાગમાં વાછડાને ધવરાવતી ગાયનું સુંદર ચિત્ર છે.
લેખની શરુવાત તિથિથી થાય છે અને તે વિ. સં. ૧૭૧૫ ના ભાદ્રપદ વદિ ૫ આપેલ છે. વાર વાંચી શકાતા નથી. ત્યારપછી અણહિલપાટકના મહારાજ શ્રીવિસલદેવના રા તેમ જ મુખ્ય મન્કી નાગડનો ઉલ્લેખ છે. પછી સૌરાષ્ટ્ર ઉપર અમલ ચલાવવા માટે નીમેલા પંચકુલના સભ્યોનાં નામ આપ્યાં છે, પણ તે વાંચી શકાતાં નથી. બાકીના ભાગમાં ત્રુટક ટક શબ્દ તથા અક્ષરે વંચાય છે અને તેથી કાંઈ સમ્બન્ધવાળું વાંચન ઉપજી શકતું નથી.
જૂદી જુદી પ્રવૃત્તિ માટે અમુક દ્રમેનું દાન આપવામાં આવ્યું છે. દાન દેનાર અને લેનારનાં નામ મળતાં નથી. આઠમી અને બારમી પંક્તિમાં ભૂમલિકાનું નામ છે, જે બરડાના ડુંગરમાંનું ઘુમલી હોવું જોઈએ. તે અસલ મહટું શહેર હતું અને જેઠવાની રાજધાની હતી. અત્યારે તે ખંડેર થઈ ગએલ છે. દાન દેનાર મલિકામાં રહેતા હશે, એમ અનુમાન થાય છે.
આ રાજાના બીજા ત્રણ લેખે મળેલ છે અને તેની સાલ વિ. સં. ૧૩૦૮, ૧૩૧૧ અને ૧૩૧૭ છે. આ લેખમાં આવેલા નાગડને ઉલેખ વિ. સં. ૧૩૧૭ નાં તામ્રપત્રોમાં અને કવિ નાનાકની કેડીનારપ્રશસ્તિમાં પણ આપેલ છે. હર્ષગણના વસ્તુપાલચરિત્ર ઉપરથી ની થાય છે કે તે નાગર બ્રાહ્મણ હતા. વિ. સં. ૧૩૩ પછી નાગડ મંત્રી નિમાવો જોઈએ. તે જ વર્ષમાં તેજપાલને મુખ્ય મંત્રી તરીકે આચારંગસૂત્ર નામના ગ્રન્થમાં વર્ણવેલ છે. કેડી નારની પ્રશસ્તિના સમય સુધી એટલે કે વિ. સં, ૧૩૨૮ સુધી તે પદ ઉપર રહ્યો હશે.
૧ પુના ઓરિએન્યાલીસ્ટ ,
૨ નં. ૪ બને. ૧૭૮ ૫. ૨૨૫, મી. ડી. બી. હિસ્ટર. ૨ ૩ ૫. એ. વો. ૧ ૫ ૨૫, ૪ ૫. , , ૬ પા) ૧૨૦, ૫ ઈ. ૧, વો. ૧૧ ૫. ૧૦૦, ૬ સંરકત વાની શેષ સમ્બન્ધી uિસનને રીપોર્ટ ૧૮૨-૮૩ ૫. ૪૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com