________________
ચૌલુકય વંશના ચાર અપ્રસિદ્ધ દાનપત્રો
નં. ૧૪૩ આ ૧ સિદ્ધરાજ જયસિંહનું દાનપત્ર
વિ. સં. ૧૧૮૪ શૈ. . ૧૫ સેમ. ગુજથી પશ્ચિમે બે ગાઉ ઉપર સુનસર ગામ છે, તેની દક્ષિણે નદીની ભેખડમાંથી એક સાથે સાત તામ્રપત્રો નીકળ્યાં હતાં. તે હાલ વામજના પટેલ પ્ર©ાદ આત્મારામ પાસે છે. તેઓ સં. ૧૯૧ ના માસામાં અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ પાસે તે સાતે પતરાં
વાગ્યા હતાશેઠ સારાભાઈએ તે પટેલને પૂજ્યપાદ અનિમહારાજ દશનવિજયજી જે રતનપળમાં ઉજળ બાઈની ધર્મશાળામાં રહેતા હતા, તેની પાસે મોકલ્યું. તેઓએ તે પતરામાંનું લખાણ તે પટેલને સમજાવ્યું તથા જે પાંચ પતરાં તેમને બતાવ્યાં તેની નકલ કરી લીધી. આ પાંચ પતરાં પૈકી પહેલાં બેમાં એક દાન,ત્રીજામાં બીજું દાન અને ચોથા તથા પાંચમા પતરામાં ત્રીજું દાન વર્ણવ્યું છે.
આ પતરૂં ૮ ઇથ લાંબું અને ૭ ઇંચ પહેલું છે. આ પતરાંમાં કડી માટેનું કાણું છે. આ પહલા પતરામાં ૧૪ પંક્તિ છે.
લેખની શરૂવાતમાં સંવત ૧૧૮૪ ચૈત્ર સુદિ ૧૫ સેમ આપેલ છે. વંશાવળી વિભાગમાં કર્ણદેવનું એકનું જ નામ આપી પછી જયસિહદેવનું નામ આપ્યું છે. મહા મંત્રી તરીકે સાંત્પનું નામ આપેલ છે. ત્યારબાદ દાનની વિધિની વિગત આપી છે. ચૌલુકય વંશના મહારાજાધિરાજ જયસિંહદેવ પિતાના અને પિતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે તીર્થજલથી સ્નાન કરી શ્રીનીલકંઠ મહાદેવની પંચાંગ ઉપહારથી પૂજા કરી સંસારની અસારતાને ખ્યાલ કરી કમલદળ ઉપરના પાણીના બિંદુ જેવું જીવન ક્ષણિક છે ઇત્યાદિ બે વચનેની મધ્યમાં પતરું પુરું થાય છે. પરિણામે દાનવિભાગ ઉપલબ્ધ નથી અને ખાસ નવી ઐતિહાસિક હકીકત મળી શકતી નથી. બાકીનાં પતરાં આગળ ઉપર ઉપલબ્ધ થશે તે ફરીથી આ દાનપત્ર છપાવવામાં આવશે.
૧ અપ્રસિધ આ પતરા સંબધી હકીકત તથા અક્ષરાન્તરની નકલ પૂજ્યપાદ મુનિ મહારાજ દર્શનવિજયજીએ મને મોકલી આપ્યાં છે તેને મહિ તેમના આકાર માનું છળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com