SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख આ તામ્રપત્રમાંથી બ્રાહ્મણવાડા, કાર્રાડા અને ગાંભુનાં નામા મળી આવે છે. આ માં ગામા ગાયકવાડ સરકારના મહેસાણા પ્રાંતમાં આવેલ ચાણસમા મહાલમાંનાં છે. ગાંભુ યાને ગંતા એ પ્રાચીન ગામ છે. ગુજરાતની રાજધાની અણહિલપુરની સ્થાપનાસમયે તે વિદ્યમાન હતું. વનરાજના મહામાત્ય નિન્નય શેઠને ગાંથી ત્યાં ખેલાવવામાં આવ્યા હતા, એમ ચન્દ્રપ્રભચરિત્રની અન્ય પ્રશસ્તિ ઉપરથી જ્ઞાત થાય છે. મૂળરાજે મણ્ડલી ગામના મૂલેશ્વર દેવને આપેલ દાનપત્રમાં ગસ્તૃતા પથકના નિર્દેશ કર્યો છે. આથી રોાલંકીઓના રાજ્યકાલની શરૂવાતથી જ તે પથક તરીકે એળખાતું હતું, એમ લાગે છે. પૃથક અમુક ગામડાંઓના જૂથને કહેવામાં આવતું હશે. તે પ્રમાણે ગાંને કરતાં કેટલાંએ ગામડાં તે પથકમાં હાવાં જોઈએ. તેમાં ગાંભુ મુખ્ય ગણાતું હશે. કારણુ ખીજાં બધાં ગામેા કરતાં તે નાટું સુખી અને સમૃદ્ધિમાન હશે, એમ માનું છું. તે સમયના રાજકીય વિભાગેાનાં પથક, મણ્ડા, વિષય વગેરે નામેા તામ્રપત્રો ઉપરથી જણાયાં છે. હાલમાં વપરાતા મહાલ , પ્રાંત અને પરગણાને જ મળતા વિભાગેા માટે તેવા સંકેતા વાપરવામાં આવતા હશે એમ લાગે છે. પથક શબ્દ તાલુકા જેવા વિભાગને ઉદ્દેશી કહેવામાં આવતા હાવા જોઇએ, મડળ એ પ્રાન્તનું ખીજું સ્વરૂપ છે, જ્યારે વિષય પરગણા જેવા વિભાગ હશે, એમ માનું છું. ૨૮૪ આ દાન અજયપાળની સ્રીના પુણ્યાર્થે અપાયું હતું. અજયપાળની કુલવસ્તિકા રાણી કપૂર દેવીના શય્યાગ્રાહક નાગર બ્રાહ્મણ ધૃહડના પુત્ર પ્રભાકરને બ્રાહ્મણવાડા ગામની બે હલવાહ જમીન દાનમાં આપવામાં આવી હતી. અજયપાળની સ્ત્રીનું નામ નાઈકા દેવી પ્રમન્ધચિન્તામણિમાં આપેલ છે. તેણે અજયપાળના મરણુ ખાદ ખાળમૂળરાજને ગાદીનશીન કરી, રાજ્ય ચલાવ્યું હતું એ ઇતિહાસપ્રસિદ્ધ વાત છે. પરંતુ કપૂર દેવીનું નામ આ દાનપત્રમાંથી પહેલી વાર મળ્યું છે અને એથી અજયપાળને બે સ્ત્રીઓ હતી, એમ માની શકાય. દાન લેનાર નાગર બ્રાહ્મણ હતા. ચૌલુકયાનું પુરહિતપણું નાગરો કરતા, એમ સામેશ્વરે જણાવ્યું છે. દાનમાં આપેલી જમીન બ્રાહ્મણવાડા ગામની સીમની છે. તેની ચતુઃસીમાના અક્ષર ખરાખર વાંચી શકાતા નથી, પરંતુ જેટલું વંચાય છે તે ઉપરથી સમજાય છે કે તે જમીનની પૂર્વમાં શય્યાપાલકનુ ખેતર, ઉત્તરમાં કારોડા ગામના રાજમાર્ગ, દક્ષિણમાં ચાતુર્વેદી બ્રાહ્મણનું ખેતર અને પશ્ચિમમાં નાગદેવનું ખેતર હતું. આજે પણ કરાડા ગામ બ્રાહ્મણવાડાથી સીધું ઉત્તરમાં છે, એટલે તે ગામ જવાના રાજમાર્ગ ઉપર આ ખેતર આવેલું હશે. પૂર્વમાં શય્યાપાલકનું ખેતર હેાવાનું જણાયું છે. તે સમયમાં શય્યાપાલક કેને કહેવામાં આવતા હશે તે સમજી શકાતું નથી. શય્યાપાલક એટલે કે શય્યા( પલંગ )નું રક્ષણ કરનાર, શય્યા લેનાર, કે શય્યા પાથરનાર એમાંથી કાણુ હશે, તેને શું કાર્ય સેાંપવામાં આવ્યું હશે તે સમજાય તેવા કોઈ ઉલ્લેખા વાંચવામાં આવ્યા નથી. ત્યારબાદ શાપાત્મક લેાકેા આપેલા છે. લેખક તરીકેના નામમાં મોઢાન્વય X એટલાજ અક્ષરા સ્પષ્ટ રીતે જણાય છે. તે માઢ હશે, એમાં સશય નથી. તે સમયમાં પાટણમાં કેટલાક મેાઢવૈશ્યા સારા હાદ્દો ધરાવતા હતા. અજયપાળના મન્ત્રી યશપાલ મેાઢ વાણિયા હતા. મહા સાધિવિગ્રહિકનાં નામ તેમ જ રાજાની સહીવાળા ભાગ ઘસાઈ ગયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy