________________
નં. ૧૫૭ બ મૂળરાજ બીજાનું દાનપત્ર
વિ. સં. ૧૨૩૨ ચૈ. સુ. ૧૧ વડોદરા સ્ટેટના ચાણસમા મહાલમાં આવેલા બ્રાહ્મણવાડા ગામના બારોટ ડુંગર ભગળને આ તામ્રપત્ર ઘરના પાણીયારામાંથી મળ્યાં હતાં. તે વાંચવા માટે તેણે પાટણના તીત જીવાભાઈ કાનજીભાઈને આપ્યાં અને તેણે સાફ કરાવી મુનિ શ્રી ચતુરવિજયજીને આપ્યાં. આના અક્ષરાન્તરની એક નકલ પૂ. મુનિશ્રી કાન્તિવિજયજીના સંગ્રહમાંથી પૂ. મુનિશ્રી ચતુરવિજયજીએ મેળવી આપી છે.
દાનપત્ર બે પતરામાં લખાયેલું છે. પતરાં ૧૫ ઇંચ લાંબાં અને ૧૦ ઇંચ પહોળાં છે. લિપિ દેવનાગરી છે અને ભાષા સંત છે. અન્તમાં શાપાત્મક વિગેરે શ્લોકો સિવાય બાકી બધું લખાણું ગદ્યમાં છે. ભીંતમાંની હવાથી પતરાં ઘસાઈ ગયાં છે અને કેટલીક જગ્યાએ ખરેખર પાઠ સ્પષ્ટ નથી.
આ દાન વિ. સં. ૧૨૩૨ માં એટલે કે અજયપાળના મૃત્યુ પછી તેના પુત્ર મૂળરાજ બીજાના રાજ્યકાળમાં આપવામાં આવ્યું છે. આ મૂળરાજના રાજ્યસમયનું બીજું કંઈ દાનપત્ર હજુ સુધી જાણવામાં નથી, તેથી આ દાનપત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ ઉપયોગી ગણાય.
રસેલંકીઓનાં તામ્રપત્રમાં શરૂવાતથી જ રાજાવલી આપવામાં આવે છે તે મુજબ આમાં પણ આપેલ છે. અત્યાર સુધી ચૌલુકાનાં એકદરે ૧૯ તામ્રપત્રો મળી આવ્યાં છે. તેમાં આ તામ્રપત્રથી એકનો ઉમેરો થાય છે. તે તામ્રપત્રો અનુક્રમે બધા રાજાઓનાં નથી, પણ નીચે મુજબ મળ્યાં છે. મૂળરાજનાં ૨, ભીમદેવ પહેલાનાં ૩, કર્ણદેવનાં ૩, અજયપાલનું ૧, ભીમદેવ બીજાનાં ૯ અને ત્રિભુવનપાળનું ૧ મળી કુલ ૧૯ થાય છે, મૂળરાજ પછી ચામુડ, વલ્લભ, દુર્લભરાજ તથા સિદ્ધરાજ અને કુમારપાળના સમયનું એક પણ તામ્રપત્ર ઉપલબ્ધ થતું નથી. બાળમૂળરાજનું પણ આ પહેલું જ પતરૂં મળેલું છે. મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા દાનવીરે પૈકી માત્ર મૂળરાજનાં બે દાનપત્રો સિવાય બીજા કેાઈ પણ દાનના લેખે મળ્યા નથી, એ આશ્ચર્યજનક છે.
બાળમૂળરાજનું આ તામ્રપત્ર સંવત ૧૨૩ર ના ચિત્ર સુદિ ૧૨ ને સોમવારે લખાયું છે. મુમ્બઈ ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૧ પા. ૧૫ મે અજયપાળનું મરણ ૧૨૩૩માં થયાનું લખ્યું છે. તેમ જ પ્રબન્ધચિન્તામણિમાં બાળમૂળરાજ ૧૨૩૩ માં રાજ્ય ઉપર આબે, એમ નેધેલ છે. સંવત ૧૨૩૧ નું અજયપાળના સમયનું એક દાનપત્ર મળેલું છે તેમાં લખ્યું છે કે અજયપાળના રાજ્યકાળ દરમીઆન નર્મદાકિનારા ઉપરના બ્રાહ્મણ પાટકમાં રહેતા મહામંડલેશ્વર ચૌહાણ વંશધર વિજલ્લદેવે આલવિચ્છ ગામ દાનમાં આપ્યું હતું. આ બન્ને હકીકત ઉપરથી અજયપાળનું મૃત્યુ ૧૨૩૨ ની શરૂવાતમાં થયું હોય, એમ નિશ્ચય ઉપર આવી શકાય.
ભીમદેવ બીજાનાં કેટલાંક તામ્રપત્રમાં બાળમૂળરાજનું બિરૂદ આહવપરામૂહુર્નાનાપિત આપેલું છે. પિતાની માતા નાઈક દેવીની સંમતિ અનુસાર રાજ્ય ચલાવતાં તેણે શહાબુદ્દીન ઘેરીને યુદ્ધમાં પરાસ્ત કર્યો હતે. તેને લીધે ઉપરનું બિરૂદ સંભવે છે. આ જિતની હકીકતને પ્રબન્ધચિન્તામણિ, સુકૃતસકીર્તન અને કીર્તિકૌમુદી વગેરે ગ્રન્થમાંથી ટેકો મળે છે. આ દાનપત્રમાં ઉપરનું બિરૂદ આપ્યું નથી, તેથી એમ અનુમાન થઈ શકે કે શહાબુદ્દીન સાથેનો વિગ્રહ ૧૨૩૨ ના ચૈત્ર પછી થયો હવે જઈએ.
૧ “બુદ્ધિપ્રકાશ” એપ્રિલ-જન ૧૯૩૮ પા. ૧૬૭ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે. ૨ શ્રીના કરલા વિવેચનમાંથી સારરૂપે. ૩ ચામુડનું વિ. સ. ૧૦૩૩ નું એક દાનપત્ર આ પુરવણું વિભાગમાં છાપવામાં આવ્યું છે.
લેખ ૭૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com