________________
નં. ૧૪૮ ક. કુમારપાલના સમયનું નાડેલનું તામ્રપત્ર
વિ. સ. ૧૨૧૩ માર્ગ. વ. ૧૦
જોધપુર સ્ટેટના દેસૂરી પરગણુમાંના નાડોલ ગામના પંચના કબજામાં આ તામ્રપત્ર હતું. પંચાયતના બધા સભ્યોની હાજરીમાં આ તામ્રપત્ર જોવા મળ્યું અને સમયસંકેચને લીધે અક્ષરાન્ડર માત્ર કરી લીધું.
લખાણ ૧૩ પંક્તિમાં છે અને તે ઇચ પહોળી અને ૬ ઇંચ ઉંચી જગ્યામાં કોતરેલ છે. લિપિ નાગરી છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના એક શ્લેક સિવાય બધો ભાગ ગઘમાં છે. જોડણી સંબંધી નીચેની બાબતે માંધલેવા લાયક છે. (૧) ૨ ૫છીને વ્યંજન બેવડે લખ્યો છે. (૨) તાળવ્યા
ને બદલે દંતિ બેવાર લખ્યો છે. (૩) ૩ અને ૪ એક બીજાને બદલે વાપરેલ છે, અને (૪) અવગ્રહ પ. અને ૫. ૮ માં એમ બે વાર વપરાએલ છે. પં. ૫ મીમાં વોરાળા શબ્દને પહેલાં દિત્ય લખેલ છે. g ઉપરથી અશદ્ધ રૂપ નૈવત્વ ને બદલે ત્નિ વપરાએલ છે. ૫. ૧૦ માં વપરાએલ રિકો નેધલેવા જે શબ્દ છે. રૂપિઆના કોઈ પ્રકાર માટે તે વપરાએલ હેવો જોઈએ.
લેખની શરૂઆતમાં તિથિ આપેલ છે. વિ. સ. ૧૨૧૩ માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની દશમ અને શુકવારે, જ્યારે કુમારપાળ રાજ્ય કરતા હતા અને તેને મંત્રી વાહડ દેવ શ્રીકરણ તેમ જ બધે મુદ્રાવ્યાપાર કરતે હો ત્યારે આ દાન આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેના ખંડિયા મહામંડલિક શ્રી પ્રતાપસિંહે દાન આપ્યા સંબંધી હકીક્ત આપેલ છે. આ પ્રતાપસિંહ પૂર્વ વિભાગના વડાણા કુટુંબને હતું અને તે વત્સરાજને પુત્ર અને ગરાજને પૌત્ર હતું. વડા રજપુત
ખાન નામ છે અને તે અત્યારે નાબુદ થઈ ગઈ છે. જોધપુરથી ઈશાન ખૂણે ૩૪ માઈલ દૂર આવેલા ગર્લના લેખમાં આ વેડાણને ઉલેખ છે. બદરીની માંડવીની ઉપજમાંથી રાજના એક રૂપિઆનું દાન આપેલ છે. ત્રણ જૈન દેવળ માટે આ દાન આપવામાં આવેલ છે, જેમાંના બે નદુલ ડોગિકામાં મહાવીર અને અરિષ્ટનેમિનાં હતાં અને ત્રીજું લવંદંડીમાં અજિતસ્વામિ દેવનું હતું.
આમાં આપેલાં સ્થળે પિકી નદુલડોગિકા તે હાલનું નાડલાઈ છે, એમ મારવાડના ચાહમાને ઉપરના લેખમાં (એ. ઈ. . ૧૧ પા. ૩૬ અને ૪૩) લેખ નં. ૮ અને ૧૧ મા માં પુરવાર કર્યું છે. લેખ નં. ૧૧ માં બદરીને ઉલેખ છે અને નાદલાઈની ઉત્તરે ૮ માઈલ ઉપર આવેલું બેરલી લેવું જોઈએ. લવંદંડી ઓળખી શકાયું નથી. આ લેખમાં વર્ણવેલાં મંદિરે પૈકી બે નાદલાઈ અત્યારે હયાત છે. મહાવીરના દેવળને આદિનાથનું દેવળ બનાવી દીધું છે, પણ લેખ નં. ૧૧ આમાંથી મળ્યો છે તેથી અસલ તે મહાવીરનું દેવળ હશે, એમાં શંકા નથી. આ લેખમાંનું અરિષ્ટનેમિનું દેવળ તે નાદલાઈથી અગ્નિખૂણે નાની ટેકરી ઉપર નેમીનાથનું દેવળ, જેને ત્યાંના લકે જાડ્યાજીનું મંદિર કહે છે તે હેવું જોઈએ. લેખ નં. ૮ આમાંથી મળેલ હતું અને તેમાં નેમિનાથનું નામ સ્પષ્ટ રીતે આપેલું છે.
૧ ઈ. એ,
, ૪૧ ૫, ૨૦૨ ડી. આર. ભાંડારકર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com