SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૪૦ અ ભીમદેવનાં પાલણપુરનાં તામ્રપત્રો વિ. સં. ૧૧૨૦ પૉષ સુ. ૧૫ આ પતરાં પાલણપુરથી ૪૮ ઇંડીયન મિરર સ્ટ્રીટ કલત્તામાં રહેતા મી. પુરનચંદ નાહર એમ. એ એલ. એલ બીને મળ્યાં હતાં. તે મારી પાસે વાંચવા તથા તેની છાપ તૈયાર કરવા લાવવામાં આવ્યાં હતાં. પતરાં અસાધારણ રીતે ( ઇંચ થી ઇચ) જાડાં છે. લાંબી બાજુની મધ્યમાં ૨ ઇંચ વ્યાસનાં કાંણાંમાંથી પસાર થતી ૧ ઇંચ વ્યાસની કડીથી તે જોડાએલાં છે. પતરાંની લંબાઈ 9 ઇંચ અને પહોળાઈ ૪ ઇંચ છે ફરતી ૬ ઇંચ જેટલી કેર જાડી ટીપેલી છે. પતરાં ૬ ઇંચ જાડાં છે, પણ કડીની બન્ને બાજુ જાડાઈ ઇંચ છે. પતરાંનું વજન ૧૦૬ તેલા છે. અને પતરાં અંદરની બાજુએ કતરેલાં છે અને લખાણ પંદર લટીમાં છે. લિપિ દેવનાગરી છે અને ભાષા સંરકત ગદ્યમય છે, જેને માટે કાંઈ ખાસ નોંધવા જેવું નથી. કેતરકામ ભૂલથી ભરેલું છે. ગુજરાતના ચાલુકય (સોલંકી) વંશના મહારાજાધિરાજ ભીમદેવ ૧ લાના સમયનો આ લેખ છે. તેણે ઈલા મુકામે છાવણી હતી ત્યારે જનક નામના મોઢ બ્રાહ્મણને વરણાવાડા ગામમાં ૩ હળ જમીન દાનમાં આપી હતી. તેની સીમા આ મુમ્બ છે : પૂર્વે વારઅસવલીને માર્ગ, દક્ષિણે પાદરા ગામ પશ્ચિમે છિદ્રિયાલા ગામનો માર્ગ, ઉત્તરે કેશવ અને વાલણનું ખેતર. દાનની તિથિ વિ. સં. ૧૧૨૦ ના પૌષ સુદિ ૧૫ છે. વિશેષમાં એમ પણ લખેલ છે કે ભીમદેવે ઉત્તરાયણ પર્વને પ્રસંગે દાન આપ્યું હતું. ઉત્તર અને દક્ષિણ, ચાલુ અને ગત એમાંથી કોઈ પણ ગણત્રી પ્રમાણે સં. ૧૧ર૦ અગર તેની આગળ પાછળની કઈ પણ સાલના પૈષ માસની પૂર્ણિમા અને ઉત્તરાયન સંક્રાતિ સાથે આવતાં નથી. તે ઉપરથી એમ સમજવું જોઈએ કે તિથિની વિગત કાં તે ખોટી છે અગર એમ સંભવ છે કે દાનની અને તામ્રપત્ર આપ્યાની તિથિઓ આગળપાછળ હોવી જોઈએ. તેમ માનીએ તો સંભવ છે કે મકર સંક્રાન્તિ જે ૨૫ ડીસેંબર ૧૦૬૩ ઈ. સ. ને દિવસે હતી તે દિવસે દાન આપ્યું હશે અને તામ્રપત્રને લેખ ઈ. સ. ૧૦૬૪ ના જાનેવારીની ૬ ઠ્ઠી તારીખે આપેલ હશે. ચાલુક્ય ભીમદેવની આ લેખમાં છેલામાં છેલ્લી સાલ છે, તેથી આ લેખ ઉપયોગી છે. મેરૂતુંગની પ્રબંધચિંતામણ પ્રમાણે ભીમદેવ વિ. સં. ૧૦૭૮(ઈ. સ. ૧૦૨૨-૨૩ )માં ગાદીએ આવ્યા. આ સાલ સાચી હોવી જોઈએ, કારણ કે તેની પહેલાંના દુર્લભરાજની છેલામાં છેલી સાલ વિ. સ. ૧૦૭૬ મળેલી છે. મુસલમાની ઐતિહાસિક લેખક અનુસાર સોમનાથ પાટણની જાણીતી લૂંટ (ઇ. સ. ૧૦૨૪ આશરે ૧૦૮૦ વિ. સં. વખતે) ભીમદેવ ગુજરાત અને દક્ષિણ કાઠિયાવાડને રાજા વની કડલામાં ડલી સાલ તેનાં રાધનપુર અને મહુડકના દાનપત્ર ઉપરથી (વિ.સં. ૧૦૮૬ ની છે. ત્યારપછી ઉલેખ વિ. સં. ૧૦૮૮/ ૧૦૩૧-૩૨ ઈ. સ.)ને આબુ પર્વત ઉપર વિમલના મંદિરમાં છે. તેમાં લખેલ છે કે ભીમદેવે દાડનાયક તરીકે નીમેલ વિમલે મંદિર બંધાવ્યું. મેરૂતુંગ પ્રમાણે ભીમદેવનું રાજ્ય વિ. સં. ૧૦૭૮ થી વિ. સં. ૧૧૨૦ સુધી હતું, પણ તેના પાછળના લાંબા સમયનાં દાનપત્રો મળેલાં નથી. એક બીજું દાન વિ. સં. ૧૧૧૯ નું ભીમદેવના રાજ્ય દરમીઆન અપાયું હતું, એમ વિમલશાહના દેવળના લેખમાંથી ૧ એ. ઈ. . ૨ સે. વ. ૨૦ ૫. ૪૯ પા. ૧૦૧ કે. એન. દીક્ષિત. ૨ ઇ. એ. વ. ૬ પા. ૧૯૩, ૧ જ, બાં. બે રે. એ૪ એ, ઈ, . ૯ પા. ૨૮, ૫ એ. ઇ. જે. ૯ ઉત્તર હિન્દના લેખ નં. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy