________________
गुजरात राष्ट्रकूट राजा गोविंद ३ जानां डभोईनां पतरां
૨૨૨ ભાષાન્તર
પતરૂં ૧ લું પં. ૧ પૃથ્વીને પતિ કુણરાજ ભગવાન મુરારિ જે દેખાતું હતું, અને પૃથ્વીનું અપૂર્વ દાન કરવાથી તે સાક્ષાત્ બીજે ધર્મરાજ જ હોય, એમ લાગતું હતું.
- પ. ૫ થી ૧૦–અને ચન્દ્રનાં કિરાના ઢગલા જે જેને શસ્ત્ર યશ વાદળાંઓનાં શિખરપર ઉભેલાં દેવતાઓ, નાગે અને વિદ્યાધરીઓનાં ટેળાંઓથી ગવાય છે; પૃથ્વીને ભાર ઉપાડનાર તે રાજાને પણ સમર્થ, અર્જુન અને પૃથુના જેવા ગુણવાળ, ગુણ જાણવાવાળા અને શત્રુઓની સ્ત્રીઓને અતુલ તાપ પમાડનારે ગેવિન્દરાજ નામનો હિંમતવાન અને પ્રતાપી પુત્ર હતાજે ચતર, દેખાવડ અને ઉદારકીર્તિ હતા; પિતાની પાસે જ રહેતા હોવાથી તેના પિતાને ઘણા પુત્ર હતા છતાં પણ ગુણુમાં તે બધાના કરતાં ચઢીઆતો હોવાથી તેને જ રાજાની સંમતિથી જલ્દી રાજ્યાભિષેક કર્યો.
પતરું ૨ જું બાજુ ૨ જી. ૫. ૩ર-૩૬-ગૌડ દેશમાંથી આવેલા આત્રેય ગોત્રના છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ ભગિકને, -(બુ)દ્ધદેવના પુત્રને બલિ, ચરૂ, અગ્નિહોત્ર, યજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે વાહાકલ
રાશીમાં આવેલું (ઘ)સૌણુક ગામ હિરણ્યના દાન સાથે, ભગવટાના અધિકાર સાથે તથા દંડ અને દશ અપરાધની સત્તાસહિત, સીમા પર્યન્ત, બધા રાજકીય પુરૂષોને તેમાં દખલ કરવાની મનાઈ સાથે, ભૂમિછિદ્રના ન્યાયાનુસાર આજે મહાવૈશાખીને દિવસે પાણીના અથી મેં આપ્યું છે.
પતરૂં ૩ જુ ૫. ૫૧ થી ૫૩–આ મારા શ્રીમાન ઈન્દ્રરાજના પુત્ર ગોવિન્દરાજના સ્વહસ્તાક્ષર છે. મહાસન્ધિવિગ્રહિક શ્રીજજ જુલે શ્રીપદ્મનાભના પુત્રે લખેલું છે. શકપ કાળના સં ૭૩૯ વૈશાખ માસની બહુલ સમીને દિવસે
લેખ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com