________________
११२
गुजरातना ऐतिहासिक लेख છે તેવું જ ૫૦ માટેનું છે. વળી શીલાદિત્યના ૩૪૭ સાલના જેસરના તામ્રપત્રમાં જે દાન લેનાર છે તે જ આ દાનપત્રમાં દાન લેનાર છે. કરક માત્ર એટલો છે કે અહી તેને દીક્ષિત લખ્યા છે અને તેના જેસરના દાનપત્રમાં વાપરેલ બે નામ સગ્ગળ અને પ્રકાશ આપ્યાં નથી. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે શીલાદિત્ય ૩જાએ તે જ પુરૂષને બીજું દાન દશ વર્ષ પછી આપ્યું હતું જોઈએ- ગવર્નમેન્ટ એપીગ્રાફીસ્ટ ]
(૧) પુષ્ય–સાખપુરમાંથી નીકળી આવેલા, કૌશિક ગોત્રના યજુર્વેદની વાજસનેયશાખાના સાખદત્તના પુત્ર બ્રાહ્મણ દીક્ષિતને સુરાષ્ટ્રમાં મડસર ગામમાં મડસરસ્થલીમાં રાજકીય જમીનમાંથી ૨૫ પદાવવિસ્તારવાળી વાવ દાનમાં આપી તેની નોંધ આ લેખમાં છે. દાનની સીમા નીચે મુજબ છે. પૂર્વે પાડવ ખડ, દક્ષિણે દત્ય( દત્ત)ની માલિકીનું [ ક ]મ્પિલિકા ખુણ્ડક તરીકે જાણીતું પ્રચીહા, પશ્ચિમે સીસગર ક્ષેત્ર અને ઉત્તરે કુટુંમ્બિન સલિકનું ક્ષેત્ર (૨) (તે ગામની) ઉત્તર સીમામાં ૧૦૪ પાદાવ ભૂમિ પાંચ કટકે કેઈ નષ્ટ થએલા કુટુમ્બને પહેલે કટકો ૧૬ પાદાવને હતે. તેની સીમા નીચે મુજબ-પૂર્વે બ્રાહ્મણ અણહકનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે ચ૭ અને માતૃલનું કૌટુમ્બિક ક્ષેત્ર, પશ્ચિમે મઢવાનક અને સગર (?) ક્ષેત્ર, કેરટપદ્રક ગામડાને રસ્તે આવેલું, ઉત્તરે પત્તિયાણક દુર્ગક્ષેત્ર નામનું ક્ષેત્ર. બીજો કટકો ત્રીસ પાદાવર્તને કઈ નષ્ટ થએલા કટુમ્બની માલિકીને તેની સોમા–પૂર્વે બ્રાહ્મણ શંકરનું બ્રાદેય ક્ષેત્ર; દા બ્રાહ્મણ અણહકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે કૌટુમ્બિના હુકનું ક્ષેત્ર, ઉત્તરે તે જ બ્રાહ્મણ અણહકનું ક્ષેત્ર. ત્રીજો ટુકડો ૪૩ પાદાવર્તને જે કિકક ખેડતે હતું તેની સીમા પૂર્વે સુણાવસધી ગામ જતે માર્ગ દક્ષિણે બ્રાહ્મણ સડકનું બ્રહ્મદેય ક્ષેત્ર; પત્તિઅણક અને માતૃસ્થાન નામે ક્ષેત્રે; ઉત્તરે સતાવસધી ગામની સીમા. ચેાથો ટુકડો પણ કિકક ખેડતો હતું અને તે દશ યાદવર્ત હતો. તેની સીમા–પૂર્વે શાહરસ્તો; દક્ષિણે ગ્રામશિખર; પશ્ચિમે કુલપુત્ર વરૂણની પ્રચાહક ઉત્તરે કકર્કકનું ક્ષેત્ર. પાંચમો ટુકડો પાંચ પાદાવર્તન હતું અને તેને કિકક ખેડેતે હતે. તેની સીમા:–પૂર્વે બ્રાહ્મણ ચમસનું બ્રહ્મદેય ક્ષેત્ર; દક્ષિણે દાસનક નામનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે (રાજવટ્ટા) રાજમાર્ગ ઉત્તરે બ્રાહ્મણ શંકરનું બ્રહ્મદેયક્ષેત્ર.
દાનને તક રાજપુત્ર ખરગ્રહ હતું, અને લેખક સપિવિગ્રહાધિકૃત, દિવિરપતિ, મહાપ્રતિહાર, સામન્ત મમ્મક હતો. રાજપુત્ર નીચેનાં તામ્રપત્રોમાં દૂતક તરીકે આપેલ છે. (૧) શીલાદિત્ય ૩જાનાં સં. ૩૫૬ ના ભાવનગરનાં તામ્રપત્ર, (૨) શીલાદિત્ય ૪થાનાં સં. ૩૬૨ નો ભાવનગરનાં તામ્રપત્રો, (૩) દેવલિનાં સં. ૩૭૫ નાં અને સંવત ૩૭૬ નાં તામ્રપત્ર તિથિ સં. ૩પ૭ ના દ્વિતીય પોષ વદિ ૪ જે ઇ. સ. ૬૭૫-૭૬ ની બરાબર આવે છે. દાન મેઘવનની છાવણીમાંથી આપવામાં આવ્યું હતું. શીલાદિત્ય ૩જાનાં લુન્સડીનાં ૩૫ર નાં તામ્રપત્ર પણ ત્યાંથી આપવામાં આવ્યાં હતાં. લેખમાંના મડસર, સુણાવસધી વિગેરે સ્થળો ઓળખાઈ શકાયાં નથી, આ લેખ ભાવનગર દરબારે મળ પતરાંઓ આપ્યાં હતાં તે ઉપરથી તૈયાર કરવામાં છે
- ૧
એ
ઇ. . ૨૧ ૫, ૨૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com