________________
નં. ૨૬ અ. ધ્રુવસેન ૧ લાનું અપ્રસિદ્ધ દાનપત્ર
પૂનાની ડેક્કન કેલેજના પ્રોફેસર ડે. એસ. કે બેલવલકરે આ પતરાં, આશરે દશેક વર્ષ પહેલાં, તે વસ્તુના આકોલેજીકલ સર્વેના વેસ્ટર્ન સરકલના સુપરીટેન્ડન્ટ પ્ર. ડી. આર. ભાંડારકરને આપ્યાં હતાં. તેને સાફ કરતાં તે અપ્રસિદ્ધ નવું દાનપત્ર છે, એમ જણાયું.
બન્ને પતરાંમાં લેખ અંદરની બાજુએ કોતરેલ છે. કડીઓ માટે બજેમાં બબ્બે કાણું છે, પણ કડી તેમ જ સીલ ઉપલબ્ધ નથી. પતરાં ૧૨ ઇંચ લાંબાં અને ૭ ઇંચ પહોળાં છે અને તેની જાડાઈ 2 ઇંચ છે. દરેક પતરાના બે મોટા અને બીજા નાના કટકા થઈ ગએલ છે.
અક્ષરો ઊંડા કરેલ છે. પંક્તિ ૧૨ માં જીહામૂલીય વિસગને અને પક્તિ ૫, ૧૧ અને ૧૪ માં ઉપધામાનીયને ઉપયોગ કરાય છે. પંક્તિ ૨૩ માં બઢો માં વિસર્ગને શ થએલો છે.
મૈત્રક વંશના મહાસામન્ત મહારાજા ધ્રુવસેન ૧ લાને આ લેખ છે, અને બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ ક્રિયાના નિર્વાહ માટે ભારદ્વાજ શેત્રના વિશ્વદત્ત અને વસુદત્ત નામના બે બ્રાહ્મણને હસ્તવાહરણમાં આવેલું કલહાટક ગામ વલભી મુકકામેથી દાનમાં આપ્યાની તેમાં નોંધ છે. પંક્તિ ૧૪ મી માંના દરતવકાહાથાં વાઢવામઃ પૂર્વમુમુકામાન અને પંક્તિ ૧૮-૧૯ માંના પૂજારિયા તાવિત એ બે વાક્યોથી આગલા દાનને આ પતરામાં અનુમતિ આપવામાં આવેલ છે, એમ અનુમાન થાય છે. દાન લેનારના નિવાસસ્થાનના નામવાળો ભાગ ગુમ થએલ છે. આ વાકયોને અર્થ નીચે મુબજ થાય. મૂળ દાન લેનારના ભગવટાનું ગામ કલહાટક જે હસ્તવપ્રહર વિભાગમાં આવેલું છે તે ચાલુ રીવાજ મુજબ અમે આપ્યું છે,
ગુપ્ત સં. ૨૦૬ થી ૨૧૭ સુધીનાં ધ્રુવસેન ૧ લાનાં દાનપત્રમાં લેખક તરીકે કિકકક ચાલુ રહેલા છે, પરંતુ દતકના નામમાં ફેરફાર થએલ છે. સં. ૨૦૬ થી ૨૧૦ના શ્રા. સુ. ૧૫ સુધીનાં દાનપત્રોમાં દૂતકનું નામ મમ્મક મળે છે, જ્યારે ૨૧૦ ના આસુ. વ. ૫ નાં પાલીતાણાના પતરામાં રૂદ્રધર નામ આપેલ છે. ત્યારપછી ૨૧૬ ના દાનપત્રમાં દૂતક તરીકે ભગિક રાજસ્થાનીય ભદિનું નામ આપેલ છે. આ નામના ફેરફારને આધારે આ દાનપત્રમાં મમ્મક દંતક તરીકે છે, તેથી તે ૨૦૬ થી ૨૧૦ ગ્રા. સુ. ૧૫ ના સમયમાં અપાએવું માની શકાય, પરંતુ તે બહુ આધાર ભૂત મનાય નહી. કારણ એકી વણે બે દૂતક પણ હોઈ શકે. હસ્તાપ્ર તે હાલનું હાથબ હોવું જોઈએ અને કલહાટક તે હાથમાં પાસેની ખાડીના પૂર્વકિનારા ઉપરનું કેળીઆક ગામ હોવું જોઈએ.
૧ એ. ઈ. . ૧૯ પા. ૩૦૨ પંડિત મા
સરૂ૫ વત્સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com