________________
आबुपर्वत पर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख
७९
વિદ્વાનેાની તરૂણ સ્ત્રીઓનાં નેત્રામાં અંજનને આપનાર, એવા આ રાહએ તે નેત્રામાં જળ ( હર્ષાશ્રુ ) કહ્યું અને શત્રુએની સ્રીનું કાજળ (રૂદનાશ્રુથી ) હરી લીધું તે ખે જેમ હાય તેમ આશ્ચર્ય છે. ॥ ૩૧ ॥
એ પછી, આ અરિસિંહથી રાજાના મસ્તકરૂપ રત્નાની કાન્તિવાળા પર્વતના શિખર ઉપર પ્રકાશ પામતું છે સુવર્ણનું સિંહાસન જેનું એવા, સૂર્વ સરખા તેજવાળા, ચાડ નામે રાજા થયા. ॥૩૨॥ તે પછી, હાથીઓના કુમ્ભસ્થળ ઉપર ગતિ કરનાર છે. ખડ્ગ, જેનું અને સંગ્રામમાં પાછે વાળેલ છે કાળ જેણે એવે, શત્રુઓમાં પરાક્રમની કથા પ્રવર્તાવનાર, તે( ગ્રાસિંહ )ના પુત્ર વિક્રમસિંહ થયેા. ॥ ૩૩ ||
હાથના પરાક્રમની ચેષ્ટાએ કરીને ઉખેડી નાંખેલ છે. સ ્ સંકટ ( સઘળા ક્રૂર શત્રુએ ) જેણે એવેા, ક્ષેમસિંહ રાજા તે પછી પૃથ્વીમાં ક્લ્યાણુ કરનાર થયેા. ॥ ૩૪ ॥
કાંઇક રૂધિર પીને ( થએલા ) હર્ષ વડે અથવા ઉત્કૃષ્ટ મદ વડે શેાભાયમાન જે પગનું મૂકવું ( (ગતિ કરવી) તેમાં મૂઢ ( બેભાન ) એવી પ્રેતેાની એ રસના અતિશયપણાએ કરીને ઉદ્ગારમુદ્રાએ ( તૃપ્ત થયાની નિશાનીએ ) યુક્ત એવાં કપાલેા ( ખપ્પરા ) સહિત ઉંચે સ્વરે કરીને પીએ પીએ એમ ખેલતી થકી હર્ષને પામેલી, સાથે રહેનારી દાસીમાના હાથમાં રાખેલું પાત્ર ( પેાતાના) પતિને આપે છે, ( અને ) પ્રસન્ન થએલા તે પિશાચા જેના યશને ગાય છે; ॥ ૩૫ ॥
તે ક્ષેમાંસહ થકી કામદેવ કરતાં ( પણું ) વિશેષ સુંદર શરીરવાળા, પેાતાના મંડળેશ્વર રાજા એનું સર્વસ્વ ( સઘળું ધન ) હરી લેનાર, સામંતસિંહ નામે પૃથ્વીના પાલક થયા. ॥ ૩૬ ॥
ખુમાણુની પ્રજાના વિયાગથી વિસ્મયકારક છે લક્ષ્મી વા શાભા જેની એવી અને વિરહને નહી જેનારી એવી, ગેાહિલ વંશની સેના તેને શત્રુઓમાં ગએલી પૃથ્વીને ફરી વાર પાછી લઇને કુમારસહુ રાજાએ યુક્ત કરતા હવા. ॥ ૩૭ ॥
એની પછી, જિતનાર એવા જે પુરૂષનું નામ શત્રુનાં સૈન્યનું મથન કરે એવા અનુકૂળ અર્થ સહિત થયું છે, તે મથનસિંહ નામે રાજા પરાકમ વડે શત્રુએને જિતનાર થયેા. ॥ ૩૮ ॥
મિયાનમાં રહેલું હાવા છતાં દરેક ચેાદ્ધાના રૂધિરને ભાગવતું નથી અને રૂધિરને પીલું હાલું છતાં મિયાનને ભજતું નથી એવું ખડ઼ જે( મથનાસંહ )ના હાથને મળીને સંગ્રામની સીમાને વિષે એ આશ્રયવાળા ફળને પામે છે. ( ક્ષણમાં રૂધિરને અને ક્ષણમાં મિયાનને પામે છે ). ॥ ૩૯॥
પાછળથી બાકીના સઘળા સારરૂપ પદ્મસિંહ રાજાએ મેવાડની પૃથ્વી પાળી અને રમાડી રાજી રાખી. ॥ ૪૦ ॥
વિદ્વાન એવા આ પસિંહ રાજા ચીરી નાંખેલાં, શત્રુના મદોન્મત હાથીઓનાં કુંભસ્થળેરૂપ પર્વતાનાં શિખામાંથી નીકળી પડેલાં મેાતીરૂપ મણિ સરખા ચેાખ્ખા વર્ણને ભેાગવે એવા પેાતાના હાથ સંબંધી વીરરસના પ્રબંધાને સંગ્રામ ભૂમિપ પાટિયામાં સારી રીતે લખતા હવા. ॥ ૪૧ ॥
આ ( પદ્મસિંહ ) દેવતાઓના આસન ઉપર બેઠા પછી ( સ્વર્ગમાં ગયા પછી ) મસ્કૂલ( કાઈક શત્રુરાજા )ના મૂળને ઘર્ષણુ કરનારી છે હાથની લક્ષ્મી ( શક્તિ) જેની એવા અને તુરૂષ્ક( તુર્કસ્થાનના રહેનારાએ )ના સૈન્યરૂપ સમુદ્રને માટે અગસ્ત્ય મુનિ સરખા ચૈત્રસિંહ રાજા પૃથ્વીની રક્ષા કરનાર થયેા. ॥ ૪૨ ॥
સિંધિઓની સેનાના રૂધિર વડે મદોન્મત્ત તેમ જ ઘેનમાં ઘેરાએલી ( પેાતાની ) સ્ત્રીઓના આલિંગને કરીને આનંદમાં મગ્ન છે મન જેમનાં એવા, પિશાચા સંગ્રામમાં આજ સુધી પણુ શ્રી જૈત્રસિંહના હાથનાં પરાક્રમને ઉંચે સ્વરે ગાય છે. ॥ ૪૩ ॥
લેખ ૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com