________________
o
गुजरातना ऐतिहासिक लेख ( આ શ્લોકના ઉત્તરાર્ધમાં “ભૂષશંક' લખેલ છે ત્યાં ભૂશશંક' એમ લખવું જોઈએ.) કરેલ છે શત્રુઓને ઘણી શંકાઓ જેણે એવો નિરગી, તેજસિંહ રાજા (ચૈત્રાસિંહની પછી) પુણ્ય રૂપ યશ વડે આ ભૂમંડળને ઉજજવળ કરે છે. કે ૪૪
ખેડૂતની કોટી પ્રત્યે ફરનારા એવા આ (તેજસિંહ) રાજાએ ઉત્તમ ભૂમિમાં ત્યાગ (દાન) સંબંધી મોતીનું (મુક્તિનું ) બીજ વાવ્યું, (અને) તેને દાનનાં (સંકલપ કરેલાં) જળ વડે સિંચીને સદગુરૂ રૂપ સાધન વડે પુણ્યરૂપ ફળને લઈને (અને ) પછી ન્હાઈને પોતાની મેળે લકમી સંબંધી કેટલાક વિસ્તારવાન યશના ઢગલાઓ દિશાદિશાઓમાં વૃદ્ધિ પમાડ્યા.(વિશેષ વધાર્યાયu૪પા.
કસોટી સરખે શોભાયમાન છે દાઢનો અંકુર જેને એવા, જે આદિવરાહ તરૂષ્ક (તુર) રૂપ સમુદ્રમાંથી બૂડી ગએલી ગુજરાતની પૃથ્વીને ઉદ્ધાર કરે છે તે જ આ તેજસિંહને પુત્ર પૃથ્વી પતિને પતિ ડાહ્યો સમરસિંહ રાજા હમણાં ભૂગોળમાં બળિરાજા અને કહ્યું રાજાની ધુંસરીને ધારણ કરે છે. મેં ૪૬
છે તેજસિંહના પુત્ર ! શુદ્ધ એવા વાઘભેદના ચેથા તાલની રચનાને સજીવન કરનારી તાળીઓ વડે બે હાથમાં લીધેલાં છે ધડથી છુટાં પડેલાં મસ્તકો જેમણે એવા, અને (પિતાની) પ્રિયાઓને નચાવતા એવા, અને શત્રુઓનાં રૂધિરને છે કેફ જેમને એવા, ઉન્મત્ત રાક્ષસે ખડથી પ્રતિષ્ઠાને પામેલા તમારા યશને આજ સુધી પણું સંગ્રામમાં ગાય છે. તે ૪૭ |
હે નરના ઈશ્વર ! પ્રમાણમાં ન આવે (માપી શકાય નહી) એવા ગુણોનું ગુંથાવું તેની કરેડ સંખ્યાઓએ કરીને દઢ બાંધેલ છે ધર્મના દેહ સરખી આકૃતિ જેની એવા, તમે છે, તેની સઘળી ( ગાવા યોગ્ય છે તેટલી) તુતિ ગ્રંથ માટે થવાના ભયથી ગાઈ શકાતી નથી. # ૪૮
દેવતાઓએ સેવેલા કુલાચલ(મેટા પર્વત)માં રત્નરૂપ આબુ પર્વત ઘણું જયને પામે છે, જેમાં સેળ વિકારોના વિપાકે (પરિપકવાણાએ ) કરીને રહિત (દેહાભિમાન શૂન્ય) એવા વસિષ્ઠ મુનિ તપશ્ચર્યા કરે છે. ૪૯ છે
કલેશમાં છેપ્રવેશ જેમને એવા, વિશેષ મૂઠ પુરૂષ અને ડાહ્યા પુરૂષને અનુક્રમ સારે વૈભવ તથા મુક્તિ આપનાર અને લક્ષમીનું ઘર તથા પુણ્યરૂપ ગંગાજીના સંગથી પવિત્ર છે આત્મા (દેહ) જેનો એવા, જે પર્વતમાં સમર્થ ભવાનીપતિ દેવ જગતમાં વ્યાપીને રહેવાને ભાવ જણાય એમ સર્વમાં રહેવાપણુએ કરીને અચશ્વરપણુને (પૃથ્વીના ઈશ્વરપણાને) અથવા કયારે પણ ચલાયમાન થાય નહીં એવી, સ્થિતિને પામ્યા છે. આ ૫૦ | સર્વ સુંદરપણાના સારને ઢગલે જ હાય નહી શું? એવા અદ્દભુત તપરિવઓને (રહેવા) યોગ્ય આ અનાદિ મઠ જેમાં રહેલ છે. ૫૧ ૧ - જેમાં કયારેક તપસ્વિઓ અને સુંદર આચરણવાળા મનુષ્યો અને દેવતાઓ આત્માની નિવૃત્તિને જ જેમૂ તેમ ત્રણે ક્ષણમાં (ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં) પરબ્રહ્મને પામ્યા છે, જેની પ્રથમ ઉત્પત્તિને આબુ પર્વત સહિત પૌરાણિક (પુરાણુને કહેનારાઓ) ગાય છે, તે મઠ ત્રણ ક્ષણને મિષે કરીને ત્રણે લેક (સ્વર્ગ, મર્ય, પાતાળ, )ની લહમીને આ પર્વતમાં ધારણ કરે છે. તે પર .
પૃથ્વીને પતિ શ્રી સમરસિંહ પિતાના ભાગ્યના વિભવે આજ્ઞા કરવાથી પિતાના કલ્યાણ માટે આ મઠને જીદ્ધાર કરતે હો. કેમકે આવા કામમાં ઉત્તમ આસ્થાવાળો છે (માટે) યુક્ત થકો રાજા સંન્યાસીઓ અથવા મુનિને માટે સુંદર ભેજનની સ્થિતિ (અન્નસત્ર) પણ પ્રીતિ સહિત ઘણું દ્રવ્ય વડે કરતે હ. / ૫૩ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com